રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ BJPના પ્રથમ લિસ્ટમાં એક પણ મુસ્લિમ ઉમેદવારનું નામ નહીં, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનમાં 7 ડિસેમ્બરના રોજ એક જ તબક્કામાં વોટિંગ યોજાશે અને 11 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.
મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટની તેમની પારંપરિક સીટ પરથી જ ચૂંટણી લડશે. પાર્ટીએ લોકસભા સાંસદ રામ ચૌધરીને પણ વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે અને કુલ 12 મહિલાઓને ટિકિટ ફાળવ છે. બીજેપીએ 25 નવા ચહેરાને પણ ટિકિટ આપી છે.
રાજ્યના પરિવહન મંત્રી યુનુસ ખાનને પણ પ્રથમ લિસ્ટમાં ટિકિટ આપવામાં આવી નથી. તેઓ સીએમ વસુંધરા રાજેના ખાસ માનવામાં આવે છે. યુનુસ ડીડવાનાથી ધારાસભ્ય છે પરંતુ પ્રથમ યાદીમાં ડીડવાનાનું નામ જ નથી. આ ઉપરાંત મંત્રી સુરેન્દ્ર ગોયલ નંદ લાલ મીણા અને કેબિનેટ મંત્રી સુંદર લાલની પણ ટિકિટ કાપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની 200માંથી 131 સીટ માટે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી રવિવારે સાંજે જાહેર કરી હતી. આ લિસ્ટમાં બીજેપીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. નાગૌરથી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય હબીબુર્રરહમનાની ટિકિટ કાપીને ત્યાંથી બીજા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યાર 85 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -