રાજસ્થાનમાં કોંગ્રેસે ક્યા દિગ્ગજ નેતાઓને ચૂંટણી લડાવવાની કરી જાહેરાત, જાણો વિગત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે હજુ ઉમેદવારોની જાહેરાત કરી નથી. સચિન પાયલટ અને ગેહલોત જૂથમાં વિવાદના કારણે કોંગ્રેસને યાદી જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટ છે. અહીં 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. રાજ્યમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 20 જાન્યુઆરી, 2019ના રોજ સમાપ્ત થાય છે.
અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને રાજસ્થાનમાં કોંગ્રેસના દિગ્ગજ અને લોકપ્રિયા નેતા છે. ઉપરાંત બંને રાજ્યમાં મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. આ સ્થિતિમાં બંને દિગ્ગજ નેતાઓને વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાનો ફેંસલો ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે.
પાયલટ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે અને તેમને રાહુલ ગાંધીની નજીક માનવામાં આવે છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,આગામી ચૂંટણીમાં તે અને પાયલટ બંને ઝંપલાવશે. આ પહેલા એવી ચર્ચા થતી હતી કે બંને નેતાઓની સીટ નક્કી ન થઈ શકવાના કારણે કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ગેહલોત જોધપુરની સરદારપુરા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સચિન પાયલટની સીટ અંગે હજુ સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી.
નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત બંને ચૂંટણી લડશે. દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોતે ખુદ આ વાતની જાહેરાત કરી છે. આ પહેલા બંને નેતાઓ વચ્ચે અણબનાવની અટકળો થઈ રહી હતી. આ સ્થિતિમાં ખુદ ગેહલોતે આગળ આવીને પાયલટ અને તે વિધાનસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -