સચિન પાયલોટે દેશના ક્યા ટોચના મુસ્લિમ નેતાની પુત્રી સાથે ભાગીને કરેલાં લગ્ન ? સાસરિયાં રીસેપ્શનમાં પણ નહોતાં આવ્યાં........
સચિન પાયલટના અભ્યાસ અને લવસ્ટોરીની વાત કરીએ તો પાયલટે સારા સાથે 2004માં લગ્ન કર્યા હતા. પાયલટે પોતાનો અભ્યાસ દિલ્હી યૂનિવર્સિટીની સેન્ટ સ્ટીફંસ કોલેજમાંથી બીએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેના બાદ ગાઝિયાબાદના આઈએમટી થી માર્કેટિંમાં ડિપ્લોમાં કર્યું અને આગળના અભ્યાસ માટે તે લંડન ગયા હતા. જ્યા તેણે પેનસિલ્વેનિયા યૂનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબન્નેએ એકબીજાને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું અને બન્નેએ પોતાના સંબધની વાત પોતાના પરિવારને જાણ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બન્ને વચ્ચે સંપ્રદાયની દિવાલ ઊભી હતી. સચિન હિંદુ પરિવારમાંથી છે ત્યારે સારા મુસ્લિમ.
લંડનમાં અભ્યાસ દરમિયાન સચિનની મુલાકાત સારા અબ્દુલ્લાહ સાથે થઈ હતી જ્યાં થોડાક સમય બાદ બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. સચિન પાયલટના પિતા રાજેશ પાયલટ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર મંત્રી હતા. જ્યારે સારા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાની પુત્રી અને અમર અબ્દુલ્લાની બહેન છે.
સચિન પાયલટે લગ્ન પહેલા રાજકારણમાં પગ મુકવાનું ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ તેમના પિતા રાજેશ પાયલટના નિધન બાદ તેણે રાજનીતિમાં પગ મુક્યો. અને સૌથી નાની વયે 2004માં લોકસભા ચૂંટણીમાં દોસા(રાજસ્થાન)થી મોટી જીત મેળવી હતી.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની મોટી જીત થઇ છે. જેનો શ્રેય સચિન પાયલટને પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કૉંગ્રેસે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકેની કમાન સચિન પાયલટને સોંપી છે અને પાર્ટીના દિગ્ગજ નેતા અશોક ગહેલોતને મુખ્યમંત્રી બનાવ્યા છે.
બાદમાં સચિન અને સારાએ કોઈની પણ પરવા કર્યા વિના 15 જાન્યુઆરી 2004માં લગ્ન કરી લીધા હતા. લગ્નના રિશેપ્શનમાં સારાના પરિવારમાંથી એક પણ સભ્ય સામેલ થયા નહતા. સચિનના પરિવારે સારને ખૂબ સાથ આપ્યો. જો કે બાદમાં સમય સાથે અબ્દુલ્લા પરિવારે બન્નેના સંબંધને સ્વીકાર કરી લીધો.
સચિનના પરિવારે બન્નેના લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. જ્યારે સારાને પણ તેના પિતા ફારુક અબ્દુલ્લાએ આ મામલે વાત કરવાનો ઇનકાર દીધો હતો. અનેક પ્રયાસો બાદ પણ સારાના પિતા લગ્ન માટે રાજી થયા નહતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -