રાજસ્થાન ચૂંટણી: બિકાનેરમાં પતિ-પત્નીએ એકબીજા વિરુદ્ધ લડી રહ્યા છે ચૂંટણી, કારણ જાણીને ચોંકી જશો
સ્વરૂપ ચંદ ગહલોતે જણાવ્યું કે જ્યારે પણ હું ચૂંટણી પ્રચારમાં જાઉં છું ત્યારે મારી પત્ની ઘરે કંટાળી જાય છે. કારણ કે મારી ત્રણેય પુત્રીઓના લગ્ન થઈ ચુક્યા છે. તેમણે કહ્યું કે, એક બીજા સાથે સમય વિતાવવા માટે અમે નિર્ણય કર્યો છે કે આ વર્ષે સાથે ચૂંટણી લડીશું. ઉલ્લેનીય છે કે, રાજસ્થાનમાં સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. અને 11 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. રાજ્યમાં વિધાનસભામાં 200 બેઠક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વરૂપ ચંદે જણાવ્યું કે, અમારા લગ્નના 35 વર્ષ થઈ ચુક્યા છે. તેમણે કહ્યું હું 1988 થી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા આવ્યા છે અને જ્યારે પણ ચૂંટણી દરમિયાન પ્રચાર માટે જાય છે ત્યારે તેની પત્ની ઘરે એકલી રહેતી હતી. ઘરે પોતાની પત્નીના એકલા હોવાની ચિંતાના કારણે તેણે તેની પત્નીને પણ ઉમેદવારી નોંધાવા કહ્યું જેથી તે ચૂંટણી પ્રચારમાં સાથે રહી શકે.
સ્વરૂપ ચંદ ગહલોત (55) અને તેની પત્ની મંજુલતા ગહલોત(52) આ ચૂંટણીમાં એક બીજાને ટક્કર આપશે. મંજુલતાએ બીકાનેર પૂર્વ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.
જયપુર: રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી સાત ડિસેમ્બરે યોજાવાની છે. જ્યારે બીકારનેર(પૂર્વ) બેઠક પર આ વખતે એક રસપ્રદ લડાઇ જોવા મળી છે જેમાં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -