રાજ્યસભાના વાઈસ ચેરમેનની ચૂંટણીમાં કોની વચ્ચે છે જંગ? કોંગ્રેસે છેલ્લી ઘડીએ કેમ મેદાનમાં ઉતાર્યા પોતાના ઉમેદવાર?
યૂપીએના ઉમેદવાર બીકે પરિપ્રસાદનો જન્મ 29 જુલાઈ 1954ના રોજ કર્ણાટકમાં થયો હતો. 1991માં લગ્ન કરનાર પ્રસાદને એક દીકરી છે. તેમણે પોતાનો અભ્યાસ બેંગલુરુથી કર્યો છે. 1972માં તે કોંગ્રેસના સભ્ય બન્યા. 2006માં તે કોંગ્રેસના મહાસચિવ બન્યા અને અત્યાર સુધી આ પદ પર છે. વર્ષ 1990માં તે પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાયા અને હાલમાં તે રાજ્યસભામાં સાંસદ છે. તે કોંગ્રેસની અનેક સમિતિઓ અને સેવાદળના પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત કે કોંગ્રેસની સરકાર દરમિયાન તે અનેક સમિતિઓના પ્રમુખ પણ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ એનડીએના ઉમેદવાર અને બિહારના જાણીતા અખબાર પ્રભાત ખબરના પૂર્વ એડિટર રહેલ હરિવંશ જેડીયૂના મહાસચિવ છે. હરિવંશ અઢી દાયકાથી વધારે સમય સુધી પ્રભાત અખબારના એડિટર રહ્યા છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં સિતાબદિયારા ગામમાં 30 જૂન, 1956ના રોજ જન્મેલ હરિવંશ જેપી આંદોલનથી ખૂબ જ પ્રભાવિત થયા છે. બનારસ હિંદૂ વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં એમએ અને પત્રકારિતામાં ડિપ્લોમાંનો અભ્યાસ કરનાર હરિવંશે પોતાની કારકિર્દીની શરૂઆત ટાઈમ્સ ગ્રુપથી કરી હતી. દિલ્હીથી પટના સુધી મીડિયામાં નીતીશ કુમારી સારી છાપ છોડવામાં હરિવંશનો મોટો ફાળો છે.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. અત્યારે એવું થયું છે કે વિપક્ષ અને ખાસકરીને કોંગ્રેસ પોતાની જ જાળમાં ફસાઇ હોય તેવું લાગી રહ્યું છે. જેને લઇને રાજ્યભાની ઉપાધ્યક્ષ માટે કોંગ્રેસે પોતાના જ વરિષ્ઠ નેતા બી. કે. હરિપ્રસાદને ચૂંટણીમાં ઉતારવા પડ્યા. જ્યારે સામે પક્ષે એનડીએએ હરિવંશને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આગળ વાંચો કોણ છે રાજ્યસભાના વાઈસ ચેરમેન પદના ઉમેદવાર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -