શાહ સહિત BJPના ત્રણ ઉમેદવારોએ ભર્યું રાજ્યસભાની ચૂંટણીનું ફોર્મ, અહમદ પટેલની મુશ્કેલી વધી
ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભાનું ફોર્મ ભર્યું હતું. અમિત શાહની સાથે બળવંતસિંહ રાજપૂત અને સ્મૃતિ ઇરાનીએ પણ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App8 ઑગષ્ટે ચૂંટણી યોજાશે. કોંગ્રસ પાસે હવે 53 ધારાસભ્ય છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારની જીત માટે 46 મત જોઈએ. અહમદ પટેલ ભરુચ જિલ્લાના છે. જે રાજીવ ગાંધીના સલાહકાર હતા. રાજીવ ગાંધી હત્યા બાદ તેઓ સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા. વર્તમાનમાં અહમદ પટેલ સોનિયા ગાંધીના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે. કહેવાય છે કે સોનિયાના દરેક નિર્ણયમાં અહમદ પટેલની સલાહની મુખ્ય ભૂમિકા હોય છે.
જો અમિત શાહ રાજ્યસભાની ચૂંટણી જીતે તો પ્રથમવાર સાંસદ બનશે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે ચૂંટણી થશે. જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ ઉમેદવાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -