કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવા માટે નવી આફત, લોકસભાના સ્પીકરે શું આપ્યો આદેશ ?
ભાજપે રજૂઆત કરી હતી કે પાંચ એજન્સીઓના સર્ટી આવ્યા બાદ મુખ્ય નો ડ્યૂ સર્ટિફિકેટ આપવામાં આવે છે. રાઠવાએ એક વખત 2009નું નો ડ્યૂ સર્ટિફિકેટ આપ્યું હતું. બાદમાં 15 મિનિટમાં નવું સર્ટિ રજૂ કરી દીધું હતું. તો 15 મિનિટમાં સર્ટી ક્યાંથી આવી ગયું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનું ફોર્મ નો ડ્યૂ સર્ટિફિકેટના કારણે સોમવારે ફોર્મ સબમિટ કરાવવાની સમય મર્યાદાની થોડી મિનિટો પહેલાં જ જમા થયું હતું. આજે તેમનું ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી અધિકારી દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જેનો ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. આજે નારણ રાઠવાના નો ડ્યૂ સર્ટિફિકેટ મામલે લોકસભા સ્પીકરે દિલ્હી પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત રેલ મંત્રાલય દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
નારણ રાઠવાને નો ડ્યૂ સર્ટિફિકેટ બાબતે ચૂંટણી અધિકારી સામે વાંધા અરજી કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે રાઠવાએ ફોર્મ સબમિટ કર્યા બાદ નો ડ્યૂ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ ઉપરાંત તેને રજૂ કરેલું નો ડ્યૂ સર્ટિફિકેટ પણ નિયમ વિરુદ્ધનું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે કહ્યું કે લોકસભા સ્પીકર દ્વારા કોઇ તપાસનો આદેશ આપવામાં આવ્યો નથી. ભાજપ જૂઠ્ઠુ બોલતી પાર્ટી છે. અમારા ઉમેદવારનું ફોર્મ ક્લિયર થઈ ગયું છે.
ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના ફોર્મના માન્ય રાખ્યા છે. ચૂંટણી અધિકારીએ બંનેના ફોર્મને માન્ય રાખ્યું છે. સરનામા અને સહીની બાબતને લઈને કોંગ્રેસ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -