36 વર્ષથી રક્ષાબંધન પર PM મોદીને રાખડી બાંધે છે આ પાકિસ્તાની બહેન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, આ વખતે મને લાગ્યું કે તેઓ વ્યસ્ત હશે, પરંતુ બે દિવસ પહેલા જ તેમનો ફોન આવ્યો. હું ખૂબ જ ખુશ છું. મેં તેની તૈયારી શરૂ કરી દીધી. શેખે ANI સાથેની વાતચીત દરમિયાન જૂના દિવસોને યાદ કર્યા, જ્યારે ભારતમાં તેના સાસરી પક્ષ સિવાય કોઈ સંબંધી ન હતા.
શેખ કહે છે કે, જ્યારે તે પોતાના ભાઈ મોદીને મળી હતી ત્યારે તે RSSના કાર્યકર્તા હતા, પરંતુ હવે ભારતના પ્રધાનમંત્રી છે. તેમણે જણાવ્યું કે, રક્ષાબંધનનો એ શુભ દિવસ હોત, જ્યારે તે રાખડી લઈને નરેન્દ્ર મોદીને બાંધવા આવી હતી. મોદીએ તેમની રાખડીનો સ્વીકાર કર્યો હતો. શેખે એ પણ જણાવ્યું કે, પીએમ મોદીએ આ વખતે રક્ષાબંધનના દિવસે તેને દિલ્હી બોલાવ્યા છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
તેમણે જણાવ્યું કે, જ્યારે તેના પતિ સાથે દિલ્હી આવી હતી ત્યારે તેની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. તેમનો વ્યવહાર ખૂબ જ સારો હતો. તે મને હંમેશા મળતા હતા અને પ્રેમથી પૂછતા હતા કે શું કરે છે મારી બહેન? હું તેમને વિતેલા 36 વર્ષથી રાખડી બાંધી રહી છું.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખ આ વખતે પણ તેમને રાખડી બાંધશે. તે લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત આવી હતી અને ત્યારથી અહીં જ રહે છે. કમર મોહસન શેખે કહ્યું કે, જ્યારે મેં પ્રથમ વખત ભાઈ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી ત્યારે તે RSSના એક કાર્યકર્તા હતા. આજે તે પોતાની સખત મહેનત અને દૂરદૃષ્ટિથી પ્રધાનમંત્રી બન્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -