ભાજપે શંકર ચૌધરીને બાજુ પર મૂકી રામસિંહને કેમ બનાવવા પડ્યા GCMMFના ચેરમેન? જાણો વિગત
આ ચૂંટણીમાં 18 ડેરી સંઘના ચેરમેન મતદાન કરવાના હતા અને રાજ્યની 18 જિલ્લાઓની દૂધ ઉત્પાદક મંડળીઓ ભાજપની સાથે હતી તે જોતાં શંકર ચૌધરીની વરણી નક્કી મનાતી હતી પણ રામસિંહે તેમને માત આપી છે. શંકર ચૌધરી હાલમાં યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો અને હવે તેમને આ બીજો મોટો ફટકો પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવી સ્પષ્ટતા કરી હતી કે, શંકર ચૌધરી અનુભવી અને વરિષ્ઠ નેતા છે તેથી તેમનો ઉપયોગ ભાજપ સંગઠનમાં અન્ય સ્થળે કરાય તે માટે તેમને ચેરમેનપદ નથી અપાયું.
આ સંઘમાં 2014થી જેઠાભાઈ પટેલ ચેરમેન તરીકે કાર્યરત હતા અને આ ચૂંટણીમાં શંકર ચૌધરી, જેઠાભાઈ પટેલ અને રામસિંહ પરમારનું નામ સૌથી મોખરે હતું પણ ભાજપની નેતાગીરી શંકર ચૌધરીને ચેરમેન બનાવવા માગતી હતી. જોકે તે ઈચ્છા પૂરી થઈ શકી નહીં.
રામસિંહ પરમારે ભાજપનું નાક આ ચૂંટણીને બહાને દબાવ્યું હોવાની ચર્ચા છે. ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ છે કેમ કે ખેડા જિલ્લા પંચાયત ભાજપના કબ્જામાં છે. તેથી તેમણે રામસિંહ સામે ઘૂંટણ ટેકવી દીધા હતાં તેમ મનાય છે.
આણંદ: આણંદમાં સોમવારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની ચૂંટણી યોજાઈ હતી અને રામસિંહ પરમાર ચેરમેન અને જેઠાભાઈ ભરવાડ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા છે.
શંકર ચૌધરીનું પત્તું કપાઈ જવા પાછળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણભૂત માનવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આ સ્થાનિક ચૂંટણીમાં રામસિંહ મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેનપદ માટે છેલ્લે સુધી શંકર ચૌધરીનું નામ નક્કી હોવાનું માનવામાં આવતું હતું જોકે છેલ્લી ઘડીએ નવો વળાંક આવ્યો હતો અને ચેરમેનપદે નિશ્ચિત મનાતા ભાજપના વરિષ્ઠ નેતા શંકર ચૌધરીનું પત્તુ કપાઈ ગયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -