પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમત કેટલી છે? કેન્દ્ર-ગુજરાત સરકાર કેટલા ટકા ટેક્સ વસુલે છે? જાણો વિગત
ડીઝલનો હાલનો ભાવ 77.80 રૂપિયા છે. જ્યારે મૂળ કિંમત 4.28 રૂપિયા છે. 19.48 રૂપિયા કેન્દ્રને એક્સાઈઝ ડ્યુટી ચૂકવવી પડે છે. આ ઉપરાંત ગુજરાત સરકારનો 28 % વેટ વસુલે છે એટલે કે 15 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે 3.04 રૂપિયા પ્રતિ લિટરે ડીલરની કમિશન, સેસ, એડિશનલ ટેક્સ, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય કર ચૂકવવો પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલની મૂળ કિંમત 42 રૂપિયા છે જ્યારે 19.84 રૂપિયા કેન્દ્રને એક્સાઈઝ ડ્યુટી ચૂકવવી પડે છે. આ ઉપરાંત ગુજરાત સરકારનો 28 % વેટ વસુલે છે એટલે કે 15 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે 3.04 રૂપિયા પ્રતિ લિટરે ડીલરની કમિશન, સેસ, એડિશનલ ટેક્સ, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય કર ચૂકવવો પડે છે.
ઓગસ્ટ મધ્ય બાદથી પેટ્રોલ 3.24 રૂપિયા અને ડીઝલ 3.74 રૂપિયા મોંઘા થયા છે. તે ગયા વર્ષે જૂનમાં ઈંધણના ભાવમાં રોજ ફેરફારની વ્યવસ્થા શરૂ થયા બાદ કોઈ પણ પખવાડિયામાં થયેલો સૌથી વધુ વધારો છે. પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવમાં અંદાજે 50 ટકા યોગદાન કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનું હોય છે.
મહત્વની વાત છે કે, અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 79.52 થયો છે. પેટ્રોલની મૂળ કિંમત 42 થવા જઈ રહી છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંને થઈ પ્રતિ લિટર રૂપિયા 38નો કર વસૂલે છે. ગુજરાત સરકાર આ રીતે મહિને એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરે છે.
નવી દિલ્હી: દિલ્હીમાં શનિવારે પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા હતો. પેટ્રોલ 39 પૈસા મોંઘું થઈને પ્રતિ લિટર રૂપિયા 80.38 થઈ ગયું છે. બીજી બાજુ ડીઝલ પણ 44 પૈસા મોંઘું થયું છે. તેનો ભાવ વિક્રમી 72.51 પ્રતિ લિટર રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -