પેટ્રોલ-ડીઝલ વધતાં ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી: રવિશંકર પ્રસાદ
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે કૉંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓઈલના વધતાં ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ ઓઈલના ભાવ નક્કી થાય છે. પેટ્રોલના ભાવ વધારામાં સરકારનો કોઈજ હાથ નથી. આ એક એવી સમસ્યા છે કે જેનું નિરાકરણ અમારા હાથમાં નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે, 'ભારત બંધના નામ પર પેટ્રોલ પમ્પ પર આગ લગાવામાં આવી રહી છે અને બસો અને ગાડીઓમાં તાડફોડ કરવામાં આવી રહી છે, કૉંગ્રેસ પાર્ટી જવાબ આપે દેશમાં થઈ રહેલી આ હિંસાના જવાબદાર કોણ છે.'
રવિશંકર પ્રસાદે કહ્યું, પેટ્રોલના ભાવ ઓછા થવા જોઈએ અને અમે તેનો રસ્તો કાઢીશું. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા અમારા હાથમાંથી બહાર છે. રવિશંકર પ્રસાદે કહ્યું અમારા સમયમાં પેટ્રોલના ભાવ વધ્યા પણ છે અને ઘટ્યા પણ છે. આ એક એવી સમસ્યા છે જેનું નિરાકરણ અમારી પાસે નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -