ક્રિકેટર જાડેજા પ્રથમ વખત મળ્યો દિકરીને, જુઓ તસવીર
મુંબઈ: ભારતીય ક્રિકેટર રવીંદ્ર જાડેજાના ઘરે ગયા મહિને 8 તારીખે દિકરીનો જન્મ થયો હતો. જાડેજાએ પોતાની દિકરીનું નામ નિધ્યના રાખ્યું છે. ચેમ્પિયંસ ટ્રોફી માટે દેશની બહાર ગયેલા રવીંદ્ર જાડેજા પોતાની દિકરીને મળી શક્યા નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિતા બનવાને લઈને જાડેજાએ કહ્યું, આ એક સ્પેશ્યલ ફીલિંગ છે. અત્યાર સુધી વધારે અંતર નથી આવ્યું પરંતુ હવે દિકરી સાથે સમય પસાર કરી ત્યારે તેની સાથે જોડાતો જઈશ.
રવીંદ્ર જાડેજાએ પોતાની દિકરીને મળવા માટે એક મહિના જેટલી રાહ જોવી પડી હતી. બુધવારે વેસ્ટઈન્ડિસ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ જાડેજા મુંબઈ પહોચ્યો હતો જ્યાં તે પોતાની દિકરીને મળ્યો હતો. આ પહેલા તે પોતાની દિકરીને માત્ર તસવીરોમાં જોઈ શક્યો હતો.
આ મારા માટે ખૂબ જ સરસ વાત છે મારા પરિવારમાં પણ ખૂશીનો માહોલ છે. ક્યારેક ક્યારેક ઘરે જતા હુ બોર થઈ જતો હતો પરંતુ હવે મારી પાસે દિકરી છે, તેની સાથે સમયની ખબર જ નહી પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -