RBI પાસે નોટબંધી બાદ નકલી નોટોની વિગતો જ નથી!
નવી દિલ્હીઃ નોટબંધી દ્વારા દેશમાં નકલી નોટોની સમસ્યાને ખત્મ કરવાના સરકારા દાવા એ વાતથી પોકળ સાબિત થઈ રહ્યા છે કે, ખુદ આરબીઆઈએ જ સ્વીકાર્યું કે નોટબંધી બાદ દેશમાં બેંકોને મળેલ નકલી નોટોની સંખ્યાનો કોઈ આંકડો તેની પાસે નથી. આ મામલે આરટીઆઈ કાર્યકર અનિલ વી. ગલગલીએ એક આરટીઆઈ કરી હતી અને આ વિશે માહિતી માગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે અગાઉ નાણા મંત્રાલયે પણ એમ કહ્યું હતું કે નોટબંધી પછી બેન્કો પાસે કોઈ નકલી નોટ આવી નથી. મોદી સરકારે નોટબંધીનો નિર્ણય વ્યાજબી ઠેરવવા માટે જે કારણો આપ્યા હતાં તેમાં નકલી નોટોનો કારોબાર પણ સામેલ હતો.
ગલગલીએ તેમની અરજીમાં આરબીઆઈ પાસે ૮ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર વચ્ચે જપ્ત કરાયેલી નકલી નોટો, બેન્કોના નામ, તારીખ વગેરેની વિગત માગી હતી. ગલગલીએ કહ્યું કે, આરબીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે નોટબંધીના લગભગ ૧૧ સપ્તાહ પચી પણ આ અંગે તેની પાસે કોઈ આંકડો ઉપલબ્ધ નથી. આ રીતે નકલી નોટો વિરુદ્ધ નોટબંધીને એક શસ્ત્રની જેમ ઉપયોગ કરવાના સરકારના દાવાને ખોખલો સાબિત થઈ ગયો છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નકલી નોટોની સમસ્યા દૂર કરવા માટે નોટબંધીની મદદ મળશે. ગલગલીએ કહ્યું કે આરબીઆઈના જવાબ પરથી સ્પષ્ટ છે કે સરકાર તેના પ્રયાસમાં નિષ્ફળ ગઈ છે. હવે દેશહિતમાં જપ્ત નોટોની સંખ્યાની વડાપ્રધાન જાહેરાત કરશે કે કેમ તે તેમના પર નિર્ભર છે.
રિઝર્વ બેન્કના કરન્સી મેનેજમેન્ટ વિભાગ(નકલી નોટ સતર્કતા વિભાગ)એ આ આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે, હાલમાં અમારી પાસે તેનો કોઈ ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -