RBIએ નોટબંધીની ભલામણ સરકારના કહેવાથી કરી હતી
પેનલને આપેલી નોંધમાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે નોટોની બનાવટ અટકાવવા માટે સલામતીના સુધારેલ પાસા સાથે બેન્ક નોટ્સની નવી સિરીઝ દાખલ કરવા પર છેલ્લાં કેટલાક વર્ષોથી કામ થઇ રહ્યું હતું. એની સમાંતરે જ સરકારે કાળા નાણાંને અટકાવવા અને આતંકવાદનો સામનો કરવા માટે પગલાં લઇ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ પછી રિઝર્વ બેન્કની સેન્ટ્રલ બોર્ડની બેઠક સરકારની સલાહને ધ્યાનમાં લેવા માટે આગામી દિવસે મળી હતી અને ચર્ચાઓ બાદ તેણે સરકારને ભલામણ કરી હતી કે આવી નોટો પાછી ખેંચવાનું નક્કી કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની કેન્દ્રીય કેબિનેટ તે ભલામણના કલાકોમાં જ મળી હતી અને નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. આમ, કેટલાક મંત્રીઓ તો એવું જ માને છે કે સરકાર માત્ર રિઝર્વ બેન્કની ભલામણોને જ અનુસરી હતી.
કોંગ્રેસ નેતા એમ વીરપ્પા મોઇલીની આગેવાની હેઠળ સંસદની સમિતિને મોકેલલી સાત પાનાંની નોંધમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સાત નવેમ્બર ૨૦૧૬એ સરકારે કાળા નાણાં, બનાવટી નોટો અને આતંકવાદીઓને નાણાં સહાય જેવી ત્રણ સમસ્યાને દૂર કરવા માટે રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડે ૫૦૦ અને ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટો પાછી ખેંચી લેવા અંગે વિચારવું જોઇએ.
નવી દિલ્હીઃ નોટબંધી પર રિઝર્વ બેંક દ્વારા સંસદની એક સમિતિને મોકલવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે આરબીઆઈને 7 નવમ્બરે 500 અને 1000ની નોટ બંધ કરવાની સલાહ આપી હતી. આરબીઆઈએ તેના બીજા જ દિવસે નોટબંધીની ભલામણ કરી હતી. આમ રિઝર્વ બેન્ક આ નિર્ણય માટે સંપૂર્ણ જવાબદાર છે તેવી માન્યતાનો છેદ ઉડી ગયો છે. હમણાં સુધી એમ માનવામાં આવતું હતું કે આરબીઆઈએ આ નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં પણ સત્તાધારી ભાજપે આ પ્રકારનો જવાબ ગૃહમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -