8 નવેમ્બર પહેલાં જમા કરાવ્યા હશે તો જ લગ્ન માટે મળશે 2.5 લાખ, પાળવી પડશે 7 શરતો
આ નિર્દેશને કારણે જરૂરિયાતમંદોની પણ પરેશાની વધી શકે છે. રિઝર્વ બેન્કે ગઈ કાલે જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે, લોકો લગ્નપ્રસંગના ખર્ચ માટે પણ પોતાના ખાતામાંથી એટલી જ રકમ ઉપાડી શકશે કે જેટલી નોટબંધીની ઘોષણા પહેલા એટલે કે 8 નવેમ્બરે તેમના ખાતામાં હતી. આનો અર્થ એવો થયો કે, 500-1000ની જૂની નોટો ખાતામાં જમા કરાવ્યા પછી આ રૂપિયા ઉપાડીને તે નાણા લગ્ન માટે વાપરી નહીં શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રૂપિયા ઉપાડવા માટે જેના લગ્ન હોય તે યુવક કે યુવતી અને તેના માતા-પિતાએ બેંકમાં રૂબરૂ જવું પડશે. આરબીઆઇએ બેંકોને કહ્યું છે કે તે નાણા ઉપાડવા આવતા વધુમાં વધુ લોકોને કેશલેસ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરે.
આ રૂપિયા ઉપાડવા માટેની અન્ય એક જોગવાઇ એવી પણ કરાઇ છે કે, અરજી અને કંકોત્રી સાથે લગ્ન પ્રસંગ માટે કરાયેલા એડવાન્સ પેમેન્ટ જેમ કે, હૉલનું બુકિંગ, કેટરરનું બુકિંગ વગેરેની રિસિપ્ટ પણ જમા કરાવવી પડશે. એટલું જ નહીં તેઓ જે 2.5 લાખ રૂપિયા ઉપાડવાના છે, તેમાંથી કોને પેમેન્ટ કરવાનું છે તેની યાદી પણ બેંકને આપવી પડશે. આવી દરેક વ્યક્તિ પાસેથી એવી ખાતરી મેળવવવી પડશે કે તેનું કોઇ બેંક ખાતું ન હોવાથી તે રોકડેથી નાણા લેશે. નોંધનીય છે કે આ વ્યવસ્થા 30 ડિસેમ્બર સુધીના ગાળા માટે કરાઇ છે અને તે અંતર્ગત એવા લોકો ખાતામાંથી નાણા ઉપાડી શકશે કે, જેમને ત્યાં 30 ડિસેમ્બર કે તે પહેલા લગ્ન પ્રસંગ છે.
1. આઠ નવેમ્બર પહેલાં રૂપિયા જમા કરાવેલા હોવા જોઇએ. 2. હોલ બુકિંગસ કેટર બુકિંગ વગેરેની રસિદ આપવી પડશે. 3. કોને કોને પેમેન્ટ કરવાનું છે તેની યાદી આપવી પડશે. 4. કેશ પેમેન્ટ મેળવનાર પાસ બેંક એકાઉન્ટ ન હોવાની ખાતરી મેળવવી પડશે. 5. કંકોત્રી અને અરજી આપવી પડશે. 6. 30 ડિસેમ્બર પહેલાં લગ્ન હોવા જરૂરી છે. 7. બેંકમાં રૂબરું આવવું પડશે અને વર-કન્યા કે તેમના માતા-પિતાને જ રકમ મળશે.
નવી દિલ્લીઃ નોટબંધી પછી સરકારે લગ્નપ્રસંગવાળા ઘરો માટે છૂટછાટ આપી હતી અને તેઓ 2.5 લાખ રૂપિયા ઉપાડી શકશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બેંક ખાતામાંથી અઢી લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડવાની છૂટનો દુરુપયોગ રોકવા માટે રિઝર્વ બેન્કે સોમવારે નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -