500 અને 2000 રૂપિયાની નવી નોટ પાછળ કેટલો ખર્ચ કરે છે RBI, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે કેંદ્ર સરકારે ગત 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને ભારતીય ચલણમાંથી પ્રતિબંધિત કરી હતી. જેને બેંકોમાં જમા કરાવવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર સુધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશના નીમચના રહેનાર ચંદ્રશેખર ગોડની આરટીઆઈ અરજીના જવાબમાં બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે જણાવ્યું કે 500 રૂપિયાની 1000 નોટોના છાપકામ માટે આરબીઆઈથી 3,090 રૂપિયા વસૂલે છે, જ્યારે 2000ની 1000 નોટો માટે 3,450 રૂપિયાનો ચાર્જ વસૂલે છે.
ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ કેંદ્રીય બેંકની સહયોગી કંપની છે, જે નોટોના છાપકામનું કામ કરે છે. 500 અને 2000 રૂપિયાની નવી નોટનું છાપકામ પણ આજ કહી રહ્યું છે.
આરબીઆઈ 500 રૂપિયાની પ્રત્યેક નોટને છાપવા માટે 3.09 રૂપિયા અને 2000 રૂપિયાની નોટ છાપવા માટે 3.54 રૂપિયા ચૂકવે છે.
નવી દિલ્લી: 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થયા પછી 500 અને 2000 રૂપિયાની નવી નોટ બજારમાં આવી ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા હાથમાં જે 500 અને 2000 રૂપિયાની નવી નોટ છે તેની કિંમત શું છે. એટલે કે આ નોટો છાપવામાં આરબીઆઈને કેટલા પૈસાનો ખર્ચ થાય છે. તો આ વાતનો જવાબ એક આરટીઆઈ મારફતે મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -