5000 રૂપિયાની જૂની નોટો જમા કરાવવા અંગે સરકારે આજે ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું
સરકારની મનાઇ છતાં બેન્કો લોકોને સવાલ પૂછી રહી છે. તેનું કારણ એ છે કે બેન્કો રિઝર્વ બેન્કના હેઠળ આવે છે અને રિઝર્વ બેન્ક એક સ્વાયત સંસ્થા છે. હાલમાં આરબીઆઇએ નોટિફિકેશન જાહેર કહ્યું હોવાથી બેન્કો સવાલ કરશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ જૂની નોટ જમા કરાવવાને લઇને રિઝર્વ બેન્ક તરફથી સવાલ જવાબ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો છે. હવે એકવાર જૂની નોટ જમા કરાવવા પર બેન્ક અધિકારીઓ તરફથી કોઇ સવાલ જવાબ કરવામાં આવશે નહીં. આ અગાઉ 19 ડિસેમ્બરે આરબીઆઇએ કહ્યુ હતું કે, પાંચ હજાર રૂપિયાથી વધુની જૂની નોટ જમા કરવા પર બેન્ક તરફથી સવાલ પૂછવામાં આવશે. જેને લઇને લોકોમાં ભ્રમની સ્થિતિ પેદા થઇ ગઇ હતી.
નોંધનીય છે કે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ હતું કે, 30 ડિસેમ્બર સુધી લોકો બેન્કમાં જૂની નોટ જમા કરાવી શકશે. એકવાર અઢી લાખ સુધીની રકમ જમા કરાવી શકશે તેમાં કોઇ સવાલ કરવામાં આવશે નહીં. જોકે, વારંવાર પાંચ હજાર જમા કરાવવા પર સવાલ પૂછવાની મર્યાદા રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -