એર ઈન્ડિયાએ નહીં આપી નોકરી, ટ્રાંસજેન્ડરે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની કરી માંગ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે પોતની ઔપચારિક રીતે ટ્રાંસજેન્ડરને થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કિન્નરો અથવા ત્રીજા લિંગની ઓળખ માટે કાયદો ન હોવાથી તેની સાથે શિક્ષણ કે નોકરીના ક્ષેત્રમાં ભેદભાવ નહીં કરી શકાય અને તેને ઓબીસીની જેમ નોકરી અને શિક્ષણમાં અનામત મળવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં શાનવીએ લખ્યું કે ના તો એર ઈન્ડિયાએ અને ના તો મંત્રાયલે સુપ્રીમ કોર્ટને હજુ સુધી કોઈ જવાબ આપ્યો. નોકરી ન હોવાના કારણે પોતાની આર્થિક જરૂરીયાતોને પૂર્ણ નથી કરી શકતી તેથી તેને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે. શાનવીએ ટ્રાંસ રાઈટ નાઉ કલેક્ટિવ નામથી ફેસબૂક પર પણ આ પત્ર પોસ્ટ કર્યો છે.
નવી દિલ્લી: એક ટ્રાંસજેન્ડરે પોતાની સાથે થઈ રહેલા ભેદભાવથી કંટાળીને હવે પોતાનું જીવન ટૂંકાવાનું મન બનાવી લીધું છે. તેના માટે તેણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની મંજૂરી માગી છે. તમિલનાડુની શાનવીનો આરોપ છે કે ટ્રાંસવુમન હોવાના કારણે એર ઈન્ડિયાએ તેને કેબિન ક્રૂ મેંબરની નોકરી આપવાનો ઈનકાર કરી દીધો છે. તેને અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તે ઈચ્છા મૃત્યુ ઈચ્છે છે.
શાનવીએ વર્ષ 2010માં એન્જિયરિંગની ડિગ્રી મેળીને કસ્ટમર સપોર્ટ એગ્ઝીક્યૂટિવ તરીકે એર ઈન્ડિયામાં જોડાઈ હતી. તેના એક વર્ષ બાદ તેણે સર્જરી કરાવી અને તમિલનાડુના રાજપત્રમાં પોતાનું નામ અને જેન્ડર બદલ્યું. સર્જરી બાદ તેણે એર ઈન્ડિયામાં કેબિન ક્રૂ મેમ્બર માટે અરજી કરી હતી. પદ માટે યોગ્ય હોવા છતા પણ મહિલા ટ્રાંસજેન્ડર હોવાથી તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
તેના વિરોધમાં તેણે સુપ્રીમ કોર્ટમાં પોતાની કંપનીને પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે એર ઈન્ડિયા અને નાગર વિમાન મંત્રાલય પાસે ચાર અઠવાડિયામાં જવાબ માગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -