હવે 500-1000ની જૂની નોટો વારંવાર જમા કરાવવા ગયા તો આવી બનશે, જાણો શું કહ્યું જેટલીએ?
જેટલીએ કહ્યુ હતુ કે, નોટબંધી પહેલા ૨૩ લાખ કરોડની નોટ છાપવામાં આવી હતી. નોટબંધી વખતે ૨૩ લાખ કરોડ રૂ.ની કરન્સી બજારમાં હતી. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાથી ૧૫ લાખ ૪૪ હજાર કરોડ રૂ.ની નોટ ચલણમાંથી બહાર થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યુ હતુ કે, વેપારીઓને ઓનલાઇન વેપાર પણ કરી શકે છે. તેમણે કહ્યુ હતુ કે, નાનો વેપારી બે કરોડના ટર્નઓવર ઉપર પ્રોફીટ ૮ ટકા એટલે કે ૧૬ લાખ માનવામાં આવે છે પણ જો તે ડીઝીટલ ટ્રાન્ઝેકશન કરશે તો આ લીમીટ ઘટીને ૬ ટકા એટલે કે ૧૨ લાખ માનવામાં આવશે. આ પ્રકારે ડીઝીટલ ટ્રાન્જેકશન કરવાથી તેને ૨ ટકાનો ફાયદો થશે.
નાણામંત્રીએ કહ્યુ હતુ કે, જૂની નોટો પર તમામ પ્રકારની છૂટ સમાપ્ત થઈ છે. હવે લોકો પાસે જૂની નોટ જમા કરવાની અંતિમ તક છે. જો કોઈ માણસ રોજ જૂની નોટ જમા કરાવે તો સવાલ ઉઠે તે વ્યાજબી છે. જેટલીએ કહ્યુ હતુ કે, નોટબંધી દરમિયાન કેશલેસ લેવડદેવડને પ્રોત્સાહન મળ્યુ છે. ઈ-ટ્રાન્ઝેકશન વધ્યુ છે. ડેબીટ અને ક્રેડીટ કાર્ડના યુઝર્સ અને ઈ-વોલેટનો ઉપયોગ પણ વધ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે રીઝર્વ બેન્ક પાસે પુરતા પ્રમાણમાં પૈસા છે. બેંક કર્મચારીઓએ સારામા સારૂ કામ કર્યુ છે. મોડી રાત સુધી પૈસા આપ્યા છે. જે બેંક કર્મચારીએ પોતાના પદનો દૂરૂપયોગ કર્યો હશે તેમને દંડવામાં આવશે. એક્સિસ બેંકે એવા પોતાના કર્મચારીઓ વિરૂદ્ધ પણ પગલા લીધા છે જેમને તપાસ એજન્સીઓ પકડી શકી નથી. બીજી બેંકો પણ આવી કાર્યવાહી કરતી રહેશે.
પ્રિજેમ્પટીવ ઈન્કમ ૮ ટકાના બદલા ફકત ૬ ટકા જ માનવામાં આવશે. આનાથી ડીઝીટલ ટ્રાન્ઝેકશન કરનાર શખ્સને ફાયદો થશે. તેમણે ઉમેર્યુ હતુ કે, જો તમે ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ એક જ વખતમા જમા કરાવશો તો તમને કોઈ સવાલ જવાબ કરવામાં નહી આવે પરંતુ જો તમે વારંવાર પૈસા જમા કરવા જશો તો સવાલ-જવાબના દાયરામાં આવી જશો.
નવી દિલ્હી: નોટબંધીની વચ્ચે નાણામંત્રી અરૂણ જેટલીએ આજે નાના વેપારીઓને ટેક્ષમાં રાહત આપવાનું એલાન કર્યુ છે. તેમણે નોટબંધી પર સરકારના નવા નવા નિયમો અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, જેટલા નાના વેપારીઓ છે, જેમનું ટર્નઓવર ૨ કરોડથી ઓછુ છે અને ખાતા રાખતા નથી તેમની ઈન્કમ ૮ ટકા માનવામાં આવશે. જો ૨ કરોડ સુધીનો બીઝનેસકરવાવાળો શખ્સ ડીઝીટલ ટ્રાન્ઝેકશન કરતો હોય તો તેને ટેક્ષનો ફાયદો મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -