ITએ બેન્કો પાસે 1 એપ્રિલથી 9 નવે.ની જમા રોકડની વિગત માગી
નોટિફિકેશન મુજબ બેન્કો, કો-ઓપરેટિવ બેન્કો અને પોસ્ટ ઓફિસો પાસેથી પહેલી એપ્રિલથી ૯ નવેમ્બર, ૨૦૧૬ સુધી જમા રોકડનો અહેવાલ માગવામાં આવ્યો છે. અગાઉ આવક વેરા વિભાગે બેન્કો પાસેથી ૧૦ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધીમાં બચત ખાતામાં ૨.૫ લાખથી વધુ અને ચાલુ ખાતામાં ૧૨.૫ લાખથી વધુ જમા રકમનો રિપોર્ટ આપવા કહ્યું છે. આ ઉપરાંત એક જ દિવસમાં ૫૦,૦૦૦થી વધુ જમા કરાવનારની માહિતી આપવાનું પણ કહેવાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આવકવેરા વિભાગ નોટબંધી પહેલા બેંકમાં જમા રકમની જાણકારી મેળવવાની તૈયારીમાં છે. વિભાગે બેંકો પાસે 1 એપ્રિલથી 9 નવેમ્બર, 2016ની વચ્ચે બચત ખાતામાં જમા થયેલ રોકમની વિગતો આપવા કહ્યું છે. જે ખાતેદારોએ પાન નંબર કે ફોર્મ ૬૦ જમા ન કરાવ્યા હોય તેમની પાસેથી ૨૮ ફેબ્રુઆરી સુધી આ દસ્તાવેજો મગાવી લેવા પણ બેન્કોને આદેશ કરાયો છે.
સાથે જ બેંક અધિકારીઓને ખાતાધાકોના પાન અથવા ફોર્મ 60 લેવા અને આવકવેરા કાયદાના નિયમ 114બી અંતર્ગત લેવડ દેવડના તમામ રેકોર્ડ રાખવા કહેવામાં આવ્યું છે. નિયમ 114 બીમાં એ લેવડદેવડનો ઉલ્લેખ છે, જેમાં પાનનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. વિભાગ અનુસાર જે લોકો ખાતા ખોલાવતા સમયે પાન કાર્ડ અથવા ફોર્મ 60નો ઉલ્લેખ નથી કર્યો, તેણે 25 ફેબ્રુઆરી સુધી તે જમા કરાવવાના રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -