છત્તીસગઢમાં દોઢ દાયકા બાદ કોંગ્રેસની સત્તા વાપસી, જાણો કોણ કોણ છે CM રેસમાં
ટીએસ સિંહદેવઃ અંબિકાપુર વિધાનસભા સીટ પરથી ચૂંટમી મેદાનમાં ઉતરેલા વરિષ્ઠ નેતા ટીએસ સિંહદેવ મુખ્યમંત્રીની રેસમાં પ્રમુખ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. 2013ની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે તેમને વિધાયક દળના નેતા બનાવ્યા હતા. સરળ સ્વભાવના કારણે સિંહદેવ સૌની પસંદ બનીને ઉભરી આવ્યા છે. સિંહદેવ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતામ્રધ્વજ સાહુઃ સરળ સ્વભાવના હોવાના કારણે તેઓ કોંગ્રેસના સીએમ પદના દાવેદારની રેસમાં સામેલ છે. કોંગ્રેસની ઓબીસી વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે એક મોટા વર્ગમાં તેમની સારી પકડ છે. 2014 લોકસભા ચૂંટણીમાં છત્તીસગઢમાંથી કોંગ્રેસમાંથી જીતનારા એકમાત્ર સાંસદ હતા.
રાયપુરઃ છત્તીસગઢમાં કોંગ્રેસ 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે. રાજ્ય વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને બે તૃતીયાંશ બહુમત મળતી જોવા મળી છે. હવે આ સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસમાંથી કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ રાજકારણ ગરમ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી પદ માટે અનેક દાવેદાર છે પરંતુ પક્ષે કોઈપણ નેતાને સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા નથી.
ડો. ચરણદાસ મહંતઃ સીએમની બીજા દાવેદરમાં સકતી વિધાનસભા સીટમાં ચૂંટણી લજી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. તરણદાસ મહંનું નામ પણ સામેલ છે. મહંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ મધ્ય પ્રદેશ સરકારમાં ગૃહમંત્રી અને યુપીએ-2માં કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી રહી ચુક્યા છે. આ ઉપરાંત ચૂંટણીમાં વરિષ્ઠ નેતાઓને એક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સિદ્ધુએ તેમને સીએમ પદના પ્રબળ દાવેદાર ગણાવ્યા હતા.
ભૂપેશ બધેલઃ છત્તીસગઢમાં કોંગ્રેસના સીએમ પદના દાવેદારમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બધેલનું નામ પણ છે. સીએમની રેસમાં તેઓ સૌથી પ્રબળ દાવેદાર છે. રાજ્યમાં સરકાર વિરોધી લહેર ઉભી કરવામાં તેઓ ઘણા અંશે સફળ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -