બેંકોમાં હવે પૈસા જમા કરાવશો તો પણ ચૂકવવો પડશે ચાર્જ, જાણો 1 એપ્રિલથી અમલી બીજા વિચિત્ર નિયમો
નવી દિલ્લી: બેંકો દ્વારા કોઈ ફિક્સ પૈસાની લેવડ-દેવડ બાદ ચાર્જ વસુલ કરવામાં આવશે. હાલમાં એચડીએફસી, આઈસીઆઈસી બેંક અને એક્સિસ બેંક સહિત કેટલીક બેંકો મહીનામાં ચાર ટ્રાંજેક્શન ફ્રી આપે છે, ત્યારબાદ પૈસા જમા કરવા અથવા તો ઉપાડવા પર 150 રૂપિયાનો ચાર્જ લગાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઈ ત્યારે કોઈ ચાર્જ નહી લગાવે જ્યારે તમારા ખાતમાં 25,000 કરતા વધારે રકમ હોય, જ્યારે ખાતમાં એક લાખ કરતા વધારે રકમ રહેતી હોય તો બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરવા પર કોઈ પણ ચાર્જ વસુલવામાં નહી આવે. ડેબિટ કાર્ડ ધારકોને બેંકના એસએમએસ એલર્ટ માટે ત્રીમાસિક 15 રૂપિયા ચાર્જ વસુલ કરવામાં આવશે. બેંક યૂપીઆઈ માધ્યમથી 1000 રૂપિયા સુધીની લેવડ દેવડ પર કોઈ ચાર્જ નહી વસુલ કરે.
AXIS- બેંક મહિનામાં માત્ર પાંચ વખત ફ્રી માં લેન-દેનની સુવિધા આપશે જેમાં ખાતામાં પૈસા જમા કરવા અને ઉપાડવાનું પણ સામેલ છે. આ સીમા પાર કરવા પર પ્રતિ લેવડ-દેવડ પર 95 ટકા દંડ કરવામાં આવશે. જ્યારે બીજી બ્રાંચ પર લેવડ-દેવડની સીમાં 5 વખત નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ છઠ્ઠી વખત 50,000 કરતા વધારે જમા કરાવવા પર 2.50 રૂપિયા પ્રતિ 1000 રૂપિયા અથવા 95 ટકા હિસબે ચાર્જ વસુલ કરશે.
ICICI- હોમ બ્રાંચ પર ચાર લેનદેન ફ્રી રહેશે, ત્યારબાદ 5 રૂપિયા પ્રતિ 1000 રૂપિયાના હિસાબે ચાર્જ વસુલ કરવામાં આવશે. થર્ડ પાર્ટી લિમિટ 50 હજાર રૂપિયાના પર દિવસ રહેશે. નોન હોમ બ્રાંચ પરથી પૈસા માત્ર ક વખત ઉપાડી શકાશે, ત્યારબાદ 1000 રૂપિયા પર 5 રૂપિયા ચાર્જ વસુલ કરવામાં આવશે. નોન હોમ બ્રાંચ પર પણ 1000 રૂપિયા પર 5 રૂપિયા ચાર્જ વસુલ કરવામાં આવશે. જ્યારે મશિનથી પૈસા જમા કરાવવા પણ માત્ર એકવાર ફ્રી રહેશે.
HDFC- મહિનામાં માત્ર ચાર વખત લેન-દેનની સુવિધા મળશે. નવો ચાર્જ સેલેરી અને સેવિંગ બંને ખાતાઓ પર લાગશે. હોમ બ્રાંચ પર એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધી જમા કરાવવા પર કોઈ ચાર્જ નહી લેવામાં આવે. આ રાશી પાર કર્યા બાદ પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયા અથવા 150 રૂપિયાનો ચાર્જ વસુલ કરવામાં આવશે. નોન હોમ બ્રાંચ પર આ ચાર્જ 25,000ની લિમિટ પર લાગશે.
SBI: એક એપ્રિલ બાદ એસબીઆઈ પોતાના ગ્રાહકોને માત્ર એક મહિનામાં ત્રણ વખત બેંકમાં પૈસા જમા કરાવવાની મફત સેવા આપશે. ત્યારબાદ દરેક ટ્રાંજેક્શન પર ગ્રાહકો પાસેથી 50 રૂપિયાનો ચાર્જ વસલ કરવામાં આવશે. જ્યારે ચાલુ ખાતાના મામલે આ ચાર્જ 20,000 રૂપિયા પણ હોઈ શકે. જ્યારે ફરિવાર પાંચ વર્ષના સમયગાળા બાદ એસસબીઆઈએ ખાતામાં ન્યૂનતમ રાશી નહી હોય તો ચાર્જ વસુલવાનું શરૂ કર્યું છે. જે 1 એપ્રિલથી લાગૂ કરવામાં આવશે.
બેંકે એટીએમ સહિત અન્ય સેવાઓના ચાર્જમાં પણ બદલાવ કર્યો છે. એમબી ન રાખવા પર 100 રૂપિયા દંડ વસુલ કરવામાં આવશે, જેના પર સેવા કર પણ આપવો પડશે. શહેરી ખાતાધારકોના ખાતામાં ઓછામાં ઓછા 5000 રૂપિયાની 75 ટકા પૈસા નહી હોય તો 100 રૂપિયા ચાર્જ અને સેવાકર વસુલ કરવામાં આવશે.
જો ઓછામાં ઓછી રકમ 50 ટકા અથવા તેના કરતા પણ ઓછી હશે તો બેંક 50 રૂપિયા સેવાકર વસુલ કરશે. ગ્રામીણ શાખાઓના મામલે આ ન્યૂનતમ રહી શકે છે. એસબીઆઈના એટીએમ કાર્ડ અન્ય બેંકમાં ત્રણ વખત કરતા વધુ વાપરવા પર 20 રૂપિયા વસુલ કરવામાં આવશે અને એસબીઆઈના જ એટીએમમાં 5 કરતા વધુ વખત ઉપયોગ કરવા પર 10 રૂપિયા ચાર્જ વસુલ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -