રેલવે મુસાફરે આકર્ષવા શું છે નવી સ્કીમ, આ રીતે કરી શકો છો મફતમાં મુસાફરી, જાણો વિગત
સ્કીમના વિજેતાને 10 હજારના ઈનામ ઉપરાંત બુકિંગનો તમામ ખર્ચ ઉમેરીને પરત આપવામાં આવશે. રેલવેતંત્ર હાલમાં આઈઆરસીટીસી કાર્ડ પણ પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ડ અંતર્ગત રેલવે મુસાફર વિવિધ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. એટલું જ નહીં વધુ મુસાફરી કરવાથી વધુ પોઈન્ટ પણ તેમના ખાતામાં જમા થતાં તેમને આકર્ષક વળતર આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરલાઈન્સ કંપનીઓની આકર્ષક યોજનાઓના પગલે હવે રેલવે દ્વારા પણ પ્રમોશન સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે મુસાફને વ્યવસાયમાં વધારે ટૂર થતી હશે તેમને આ સ્કીમનો વધુ લાભ મળી શકશે.
હવાઈ યાત્રા કરતાં મુસાફરો વધુ ને વધુ મુસાફરી કોઈ એક એરલાઈન્ટ થકી કરે તો તેમના માટે અનેક પ્રોત્સાહક ઈનામ જાહેર કરવામાં આવેલા છે. જેમાં મુસાફરોને અનેક વિશેષ સુવિધાઓ સહિત એર ફેર પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
છ મહિના સુધી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને લકી ડ્રો સ્કીમનો લાભ મળી શકશે. જે મહિનામાં જે ટિકિટ બુક થઈ હશે તેના આગામી મહિને મુસાફરને ખબર પડી જશે કે તે જીત્યા છે કે નહીં. આવા પાંચ વિજેતા આગામી પાંચ મહિનામાં જાહેર કરવામાં આવશે.
રેલવે આ યોજના હેઠળ લકી ડ્રો સિસ્ટમ શરૂ કરી છે, તેના માટે આઈઆરસીટીસીની પ્રોફાઈલમાં મુસાફરે પોતાના નામથી જ ટિકિટ બુક કરાવવાની રહેશે.
આ લકી ડ્રો સ્કીમમાં પ્રવાસીનો નંબર લાગશે તો તેને રૂપિયા 10,000નું ઈનામ આપવામાં આવશે અને સાથે-સાથે જે તે વર્ગમાં મુસાફરી મફતમાં કરવા મળશે. તેના માટે પ્રવાસીએ ભારતીય રેલવે પ્રવાસન નિગમ (આઈઆરસીટીસી) પર પોતાનું એકાઉન્ટ ઓપન કરવું પડશે. ત્યાર બાદ એ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનું રહેશે.
અમદાવાદ: અત્યાર સુધી હવાઈ યાત્રામાં જ સ્કીમ જોવા મળતી હતી જોકે આ વખતે રેલવે તંત્ર પણ આવી સ્કીમ લાવી રહી છે જેના કારણે મુસાફરો ફાયદો થશે. રેલવેમાં મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે હવે રેલવે તંત્ર દ્વારા પહેલીવાર ઈનામી સ્કીમો જાહેર કરવામાં આવી છે. પ્રવાસીઓ રેલવેમાં મોટા પ્રમાણમાં મુસાફરી કરે તે માટે રેલવેએ દ્વારા લકી ડ્રો સ્કીમ જાહેર કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -