251 રૂપિયામાં મોબાઈલ આપવાની વાતો કરનારો ગોયલ સેક્સ કાંડમાં ઝડપાયો, જાણો કરતો કેવો ખેલ ?
આ કેસમાં આરોપીના ઘરવાળાઓએ મહિલા અને તેના સાથીઓ સાથે મોબાઈલ પર કરવામાં આવેલી પૈસાની લેણ-દેણની વાતને રેકોર્ડ કરીને પોલીસને સોંપી હતી.પોલીસે શોપિંગ મોલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ, રૂ. 25 લાખની રકમ અને અન્ય દસ્તાવેજો જપ્ત કરી લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ફક્ત 251 રૂપિયામાં મોબાઇલ ફોન લોન્ચ કરી ચર્ચામાં આવેલા 'ફ્રિડમ 251' કંપનીના માલિક મોહિત ગોયલની હનીટ્રેપ રેકેટ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી હતી. મોહિત પર ગેંગરેપના એક કેસને પૈસા લઇને દબાવી દેવાનો આરોપ છે. દિલ્હી પોલીસે એક હાઈપ્રોફાઈલ હનીટ્રેપ રેકેટના કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, રૂ. 251માં મોબાઈલ ફોન લોન્ચ કરનાર મોહિત ગેંગરેપના આરોપીઓ પાસેથી પૈસા વસુલતા પકડાઈ ગયો હતો.
શોપિંગ મોલમાં ગેંગરેપના આરોપીઓ સાથે કેસને દબાવી દેવાના નામે પૈસા વસુલતા મહિલા સહિત ત્રણ લોકો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, મોહિત ગોયલ તેના અન્ય સાથીઓ સાથે મળીને આ પ્રમાણેનું હાઈપ્રોફાઈલ હનીટ્રેપ રેકેટ ચલાવતો હતો. રેકેટની મહિલા સભ્ય અમીર વેપારીઓને ફસાવતી હતી અને પછી કેસ પાછો લેવાના નામે તે અમીર બિઝનેસમેન વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા વસુલ કરતી હતી
એક રિપોર્ટ પ્રમાણે, દિલ્હી પોલીસે શહેરના નેતાજી સુભાષ પ્લેસમાં આવેલા એક શોપિંગ મોલમાં ગેંગરેપની પીડિતા, મોહિત ગોયલ અને તેના અન્ય એક સાથી વિકાસ મિત્તલને ગેંગરેપના આરોપીઓ પાસેથી રૂ. 25 લાખ લેતા ઝડપી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -