આ તારીખે ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે 2000 રૂપિયા, પીએમ મોદી કરશે યોજનાની શરૂઆત
બીજી યોજના છે તે ખાસ કરીને અસંગઠીત વિસ્તારોના લોકોને પેન્શન આપવાની યોજના છે, તેની પણ શરૂઆત વડાપ્રધાનમાર્ચના બીજા સપ્તાહમાં કરી શકે છે. જો કે આ યોજનાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગયું છે. 15 ફેબ્રુઆરીથી જે 18 વર્ષથી 40 વર્ષના અસંગઠીત વિસ્તારના મજૂરો છે તેઓને લાભ મળશે. વડાપ્રધાન માર્ચના બીજા સપ્તાહમાં એક મોટા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને આ યોજનાની જાણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર ઇચ્છે છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા પહેલા વચગાળાના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને લાગુ કરવામાં આવે. તેની શરૂઆત 24 ફેબ્રુઆરીએ ગોરખપુરથી થઇ શકે છે, અહીં ખેડૂતો માટેના કાર્યક્રમના સમાપન સમારોહમાં વડાપ્રધાન હાજરી આપનાર છે. વડાપ્રધાન સમાપ સમારોહમાં બટન દબાવી કેટલાક ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી શકે છે. જેમાં ખેડૂતોના ખાતામાં સીધા 2000 રૂપિયા જમા થશે.
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નાના અને મધ્યમ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવાની શરૂઆત પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદી ગોરખપુરથી જ કરાવશે. તેના પ્રથમ હપ્તાના બે હજાર રૂપિયાની રકમ દેશના 12 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીના રોજ એક ક્લિકમાં ટ્રાન્સફર કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -