તમિલનાડુના સ્વાસ્થ્યમંત્રીના ઘરેથી 85 કરોડનું સોનું અને 4.5 કરોડ રોકડા મળ્યા
ચેન્નઈઃ ઇનકમ ટેક્સ વિભાગની રેડમાં તમિલનાડુના સ્વાસ્થ્યમંત્રી સી. વિજય ભાસ્કરના ઘરેથી 85 કરોડ રૂપિયાનું સોનું, 4.5 કરોડ રૂપિયાની રોકડ અને પ્રોપર્ટીના સ્તાવેજ મળી આવ્યા છે. શુક્રવારે ઇનકમ ટેક્સ વિભાગની ટીમેવિજય ભાસ્કર, તેના સંબંધીઓ અને 10-12 ફાર્મા કંપનીઓના 30થી વધારે સ્થળ પર દરોડા પાડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 19 સ્થળો સિવાય ચેપકમાં ધારાસભ્યોના ગેસ્ટહાઉસ સામેલ છે. દરોડામાં સીઆરપીએફની મદદ પણ લેવાઇ રહી છે. તપાસ દરમિયાન મંત્રી વિજય ભાસ્કર પાસેથી રૂ. 4.5 કરોડ રોકડા અને 85 કરોડનું સોનું મળ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે વાતની સૂચના મળી હતી કે આર.કે. નગર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારમાં કાળાંનાણાંનો ઉપયોગ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનાં નિધનના કારણે વિધાનસભા સીટ પર 12 એપ્રિલે પેટાચૂંટણી યોજાવાની છે. અન્નાદ્રમુક શશિકલાના સપોર્ટર્સે મતદારોને પૈસા આપ્યા હોવાની ફરિયાદ આવી હતી. શશિકલા જૂથમાં તેમના ભત્રીજા અને પૂર્વ સાંસદ ટી.વી. વી દિનાકરનને સીટ પર પોતાની ઉમેદવાર નોંધાવી છે.
મંત્રીવિજયભાસ્કરે કહ્યું કે અમારા ઉમેદવાર દિનાકરન પેટાચૂંટણીમાં જીતવાના છે. માટે પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ ભાજપ સાથે મળીને દરોડા પડાવી રહ્યા છે. મને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલા સુધી કે બાળકોને પણ સ્કૂલે જતા રોકવામાં આવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -