RSS નેતાનો બફાટ, કહ્યું- જો લોકો બીફ ખાવાનુ બંધ કરી દે તો મૉબ લિંચિંગ અટકી જશે
ઇન્દ્રેશ કુમાર ઉપરાંત બીજેપી નેતા વિનય કટિયારને પણ વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, મુસ્લિમ ગાયને અડતાં પહેલા સોવાર વિચારે. આ દેશના કરોડો લોકોની ભાવનાનો પ્રશ્ન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુસ્લિમોની વચ્ચે કામ કરનારા આરએસએસના સંગઠન રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંરક્ષક ઇન્દ્રેશ કુમારે એ પણ કહ્યું કે, મૉબ લિંચિંગનું સ્વાગત નથી કરી શકાતું, પણ જો લોકો ગાયનું માંસ ખાવાનું બંધ કરી દે તો આવી બબાલો થતી અટકી જશે.
તેમને કહ્યું કે, દુનિયાનો એવો કોઇપણ ધર્મ નથી કે જે ગૌહત્યાની પરવાનગી આપતો હોય. ઇન્દ્રેશ કુમારે દાવો કર્યો છે ઇસ્લામથી લઇને ઇસાઇ ધર્મની અંદર ગૌહત્યાને કોઇ જગ્યા નથી.
નવી દિલ્હીઃ મૉબ લિંચિંગ મામલે હવે નેતાઓએ બફાટ કરવાનુ શરૂ કરી દીધું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, જો લોકો બીફ ખાવાનું બંધ કરી દેશે તો દેશમાં મૉબ લિંચિંગ અટકી જશે, કોઇપણ જાતની બબાલ નહીં થાય. રાજસ્થાનના અલવરમાં ગૌતસ્કરીના આરોપમાં થયેલી રકબર ખાનની હત્યા પર પુછવામાં આવેલા જવાબમાં ઇન્દ્રેશ કુમારે આ વાત કહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -