આંધ્રના પટાવાળા પાસેથી મળી 100 કરોડની સંપત્તિ, જે મળ્યું એ જોઈને અધિકારીઓની આંખો થઈ ગઈ પહોળી
તો એબીસીના ડીજી આર.પી ઠાકુરે જણાવ્યું કે આરોપીએ નોકરી દરમિયાન કોઈપણ પ્રકારનું પ્રમોશન લેવાથી ઈનકાર કરી દીધો. આવું તેણે એટલા માટે કર્યું કારણ કે તે પદ પર રહીને જ ખૂબ રૂપિયા કમાઈ રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતપાસ અધિકારીઓનું કહેવું છે કે નરસિમ્હા રેડ્ડી 22 ઓક્ટોબર 1984થી ડીટીસી ઓફિસમાં નોકરી કરી રહ્યો છે. પાછલા 34 વર્ષોથી તે કોઈપણ પ્રકારના પ્રમોશન વિના કામ કરી રહ્યો છે.
અધિકારીઓએ દસ્તાવેજોથી એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીએ એક કરોડ રૂપિયાની વીમો ઉતરાવ્યો છે. ઉપરાંત દસ લાખ અને વીસ લાખની એલઆઈસી પોલીસ પણ લીધી છે.
રિપોર્ટ મુજબ આરોપીનો માસિક પગાર માત્ર 40,000 રૂપિયા છે. જોકે રેઈડ દરમિયાન જપ્ત કરાયેલી કરોડો રૂપિયાની સંપત્તિથી એબીસી પણ ચોંકી ગયું છે.
જ્યાંથી સોના અને હીરાની જ્વેલરી ઉપરાંત કેટલાય કરોડ રૂપિયાના આભૂષણો જપ્ત કરવામાં આવ્યા. એસીબીએ કુલ છ જગ્યાઓ પર રેઈડ મારી. જ્યાંથી બે કિલો સોનું, સાત કિલો ચાંદી, 7.70 લાખ રૂપિયા રોકડ, પચાસ એકરથી વધારે જમીન, 17 મકાનો ઉપરાંત પેન્ટ હાઉસ વિશે પણ જાણકારી મળી છે.
હૈદ્રાબાદઃ આંધ્ર પ્રદેશના ટ્રાન્સપોર્ટ વિભાગમાં કાર્યરત એક પટ્ટાવાળાની મંગળવારે એન્ટી કરપ્શન બ્યૂરોએ નેલ્લોરથી ધરપકડ કરી છે. પટ્ટાવાળા પર આરોપ છે કે તેના નામ પર 10 કરોડથી વધારેની ગેરકાયદેસરની સંપત્તિ છે. 55 વર્ષીય નરસિમ્હા રેડ્ડી નેલ્લોરમાં ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને ત્યાં પટ્ટાવાળાનું કામ કરે છે. ACBના ધ્યાન પર આ વાત ત્યારે આવી જ્યારે 40 હજાર મહિને પગાર મેળવવા છતાં તેણે પોતાનો જમીનનો 18મો પ્લોટ ખરીદ્યો. એસીબીએ નરસિમ્હા રેડ્ડી સાથે જોડાયેલા આવાસો પર પણ છાપેમારી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -