રાજસ્થાન: DyCM સચિન પાયલોટ કરતાં વધુ કમાણી કરે છે તેમની પત્ની સારા, જાણો કેટલી કરે છે કમાણી?
કાશ્મીરના સૌથી મોટા રાજકીય પરિવારની દીકરી અને રાજસ્થાનના રાજકારણના મોટા ખાનદાનની વહુ સારા મીડિયાથી દૂર રહે છે. સારાના પિતા ફારુખ અબ્દુલ્લા, દાદા શેખ અબ્દુલ્લા, ભાઈ ઉમર અબ્દુલ્લા અને ફુઆ ગુલામ મોહમ્મદ શાહ જમ્મુ કાશ્મીરના સીએમ રહી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકારણમાં ખૂબ જ વ્યસ્ત રહેતા સચિન પાયલટના ઘરની સંપૂર્ણ જવાબદારી માત્ર તેમની પત્ની સારાના ખભે છે. સારા સોશિયલ કામ ઉપરાંત યોગા પણ શીખવે છે.
આ ઉપરાંત સારા યોગ પણ શીખવે છે. સારા અને સચિનના બે પુત્રો છે. આરાન અને વીહાન. મોટા પુત્રના નામે 13.68 લાખ અને નાના પુત્રના નામે 2.59 લાખ રૂપિયાની ચળ સંપત્તિ બતાવવામાં આવી છે.
આ એફિડેવિટ અનુસાર સચિન પાસે માત્ર 5 કરોડની સંપત્તિ અને તેમની આવક પત્ની સારાથી ઘણી ઓછી છે. તેમની આવક 10 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. જ્યારે સારા પાયલટની આવક સોશિયલ વર્કથી વર્ષે 19 લાખ રૂપિયાથી વધુ છે.
આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે રાજસ્થાનમાં યોજાયેલ ચૂંટણી પહેલા સચિન પાયલટ તરફથી આપવામાં આવેલ એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ અને કામની જાણકારી આપી હતી.
જયપુર: કોંગ્રેસ પાર્ટીના લોકપ્રિય નેતા સચિન પાયલટને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સચિન પાયલટનું અંગત જીવન પણ ઘણું રસપ્રદ છે. તેમની પ્રેમ કહાની વિશે તો દરેક લોકો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમની પત્ની સારા તેમનાથી વધુ કમાણી કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -