સલમાને જેલમાં કેદીને આપ્યું હતું વચન, જે આજ સુધી નથી કર્યું પૂરું
જેલમાં એક બાથરૂપ અને ટોયલેટ 9થી 12 લોકો શેર કરતાં હતા. એક ઇન્ટરવ્યુમાં સલમાને કહ્યું હતું કે, “જેલમાં મને ફક્ત બાથરૂમની ચિંતા રહેતી હતી. અઠવાડીયામાં ફક્ત એકવાર પોતાના પરિવારનાં સભ્યો સાથે મળવાની છૂટ હતી. હું જેલમાં પણ એક્સરસાઇઝ કરતો હતો.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાનનાં આ કેસમાં તપાસ અધિકારી વન વિભાગનાં લલિત બોરા હતા. તેમની ફરિયાદ પછી સલમાન ખાનની ધરપકડ કરી હતી. કાળા હરણની આ ઘટના 1998નાં સપ્ટેમ્બર અને ઑક્ટબરમાં જોધપુરમાં બની હતી. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ દરમિયાન ફિલ્મનાં કલાકારો વિરુદ્ધ કાળા હરણનાં શિકારનો કેસ નોંધાવવામાં આવ્યો હતો.
સલમાને મહેશને કહ્યું હતું કે તે તેનો 40 હજાર રૂપિયાનો દંડ ભરી દેશે. આ દંડ ભરવાથી કેદીની વધારાની સજા ઓછી થઇ શકતી હતી. જેલમાંથી છુટ્યા બાદ સલમાને પોતાનું વચન પુરુ કર્યું નહોતુ. સલમાને જેલનાં ટૉયલેટ પણ ઠીક કરાવવાનું વચન આપ્યું હતું. સલમાનનાં બેરેકની હાલત ખરાબ હતી અને ટૉયલેટ તૂટેલા હતા. આ ઉપરાંત મચ્છરો પણ વધારે હતા.
ગત વખતે સલમાનને સજા દરમિયાન બેરેક નંબર એકમાં રાખવામાં આવ્યો હતો. સલમાન ઑગષ્ટમાં 7 દિવસ જેલમાં રહ્યો હતો. તેની ઓળખ કેદી નંબર 342 તરીકે હતી. સલમાનની બેરેકમાં મહેશ નામનો એક કેદી હતો. જેલમાં સલમાને ટૉયલેટ અને મચ્છરોથી પરેશાન રહેવું પડતું હતું.
નવી દિલ્હીઃ 20 વર્ષ જૂના કાળિયાર શિકારના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષી જાહેર કર્યો છે. જ્યારે સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેને છોડી મુકવામાં આવ્યા છે. સલમાનને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા પણ સલમાન સાત દિવસ માટે જેલમાં ગયા હતો. જેલમાં સજા દરમિયાન તેણે એક કેદીને વચન આપ્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર જ્યારે સલમાન ખાન જેલથી બહાર આવ્યા ત્યારે તે કેદીને આપેલ વચન ભૂલી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -