કૉંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, 2019માં એકલા હાથે ચૂંટણી જીતવી શક્ય નથી
નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દિધી છે. ખાસ કરીને કૉંગ્રેસ પાર્ટી પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણીને લઈને ખાસ પ્લાનિંગમાં લાગી ગઈ છે. કૉંગ્રેસની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, કૉંગ્રેસ પાર્ટીની હાલની સ્થિતિ જોતા એકલા સત્તામાં આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખુર્શીદને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે કૉંગ્રેસ પાર્ટી પોતાના દમ પર સત્તમાં આવી શકે છે, તો તેમણે કહ્યું, આજે ખૂબ જ મુશ્કેલ છે. જો અમારે બહુમત મેળવવી હોય તો પાંચ વર્ષ સુધી કામ કરવું પડશે, કારણ કે ત્રણ વર્ષ સુધી ગઠબંધનની રણનીતિ પર કામ કર્યા બાદ અચાનક એમ ન કહી શકાય કે અમે એકલા હાથે ચૂંટણી લડશું. આજની સ્થિતિમાં અમે ગઠબંધનની રણનીતિ પર ચાલીએ છીએ, જેના માટે અમે જરૂરી પગલા ઉઠાવશું.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું, અમારા તમામ નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે દેશની સરકારને બદલવા માટે ગઠબંધન જરૂરી છે. ભાજપે સત્તા છોડવી પડશે. ગઠબંધન કરવા માટે જે ત્યાગ, તાલમેલ અને વાતચીતની જરૂર હોય, કોંગ્રેસ તે કરવા માટે તૈયાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -