કોંગ્રેસના નેતાએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની કુતરા સાથે કરી તુલના, જાણો શું કહ્યું
જે બાદ સુપ્રીમ કોર્ટે 15 દિવસના સમયના બદલેશનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા આદેશ કર્યો હતો. જોકે ભાજપ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી અને બીએસ યેદુરપ્પાએ સીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ ગુરુવારે બીએસ યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલે ભાજપને બહુમત સાબિત કરવા 15 દિવસનો સમય આપ્યો હતો. જેની સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ભારતીય જનતા પાર્ટી પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કર્ણાટકના રાજ્યપાલ અને મુળ ગુજરાતી એવા વજુભાઈ વાળાને વફાદાર કૂતરા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “આ દેશમાં તેમણે વફાદારીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે કદાચ હિન્દુસ્તાનનો દરેક આદમી તેના કુતરાનું નામ વજુભાઈ વાળા જ રાખશે. તેનાથી વધારે વફાદાર કોઈ ન હોઈ શકે.”
તેમણે કહ્યું કે, “તમે આરએસએસથી આવો છો તે બરાબર છે, મોદીજી માટે તમે સીટ ખાલી કરી હતી. પરંતુ તમે એક બંધારણીય પદ પર બેઠા છો અને આ દેશમાં એક કાનૂન છે જેનું પાલન કરવું પડશે. જો તમે આમ ન કરી શકો તો તમારે પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી.”
હવે સોમવારે એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -