‘હવે દરેક ભારતીય પોતાના કૂતરાનું નામ વજુભાઈ વાળા રાખશે’, કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ કર્યો આ લવારો? શું આપ્યું કારણ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજુભાઈએ ભજવેલી ભૂમિકા બદલ તેમના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે અને કોંગ્રેસે રાજ્યપાલ વજુભાઇ વાળા પર અનેક પ્રહારો કર્યા છે. વજુભાઈના રાજીનામાની માગણી પણ થઈ રહી છે અને તેમની સામે હજુ પણ આક્ષેપો ચાલુ જ છે પણ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે આક્ષેપબાજીમાં તમામ હદ વટાવી દીધી.
કોંગ્રેસે વજુભાઈ અંગે સંજય નિરુપમે કરેલા આક્ષેપોના મામલે હાથ ખંખેરી નાંખ્યા છે અને પક્ષને આ નિવેદન સાથે કોઈ લેવાદેવા નથી તેમ કહ્યું છે. કોંગ્રેસે સંજય નિરૂપમના નિવેદનને વ્યક્ગિતગ ગણાવ્યું છે તો ભાજપે કોંગ્રેસ પર રાજ્યપાલપદની ગરિમા ઘટાડીને આ હોદ્દાનું અપમાન કર્યું છે.
સંજય નિરુપમે વજુભાઇ વાળાની સરખામણી કૂતરા સાથે કરી નાખી હતી. સાથે તેમના રાજીનામાની પણ માગણી કરી હતી. સંજય નિરુપમે જણાવ્યું હતું કે, રાજ્યપાલના પદ પર હોવા છતા વજુભાઇ વાળાએ ભાજપને ફાયદો પહોંચાડવા માટે તેનો દુરુપયોગ કર્યો.
કોંગ્રેસે વજુભાઇ વાળાને ભાજપના એજન્ટ પણ કહ્યા હતા. બીજી તરફ બસપા સુપ્રીમો માયાવતીએ પણ વજુભાઇ વાળાના રાજીનામાની માગણી કરી હતી. વજુભાઇ વાળાએ ભાજપને બહુમત સાબીત કરવા માટે 15 દિવસ આપ્યા હતા. વિપક્ષે આક્ષેપ મૂક્યો કે ભાજપ ધારાસભ્યોને ખરીદી શકે એટલે વજુભાઈએ આટલા દિવસો આપ્યા હતા.
નિરુપમે જણાવ્યું હતું કે, આ દેશમાં વફાદારીનો નવો રેકોર્ડ સ્થાપીત થવા જઇ રહ્યો છે અને આ રેકોર્ડ વજુભાઇ વાળાએ કર્યો છે. જેને પગલે હવે હિંદુસ્તાનનો દરેક વ્યક્તિ પોતાના કૂતરાનું નામ વજુભાઇ વાળા રાખવાનું પસંદ કરશે કેમ કે વજુભાઇ વાળાથી વધુ વફાદાર બીજુ કોઇ હોઇ જ ના શકે.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા રાજકીય વિવાદનો અંત આવી ગયો અને ભાજપના હાથમાંથી સત્તા જતી રહી. રાજ્યપાલ વજુભાઈ વાળાએ ખુલ્લેઆમ ભાજપની તરફેણ કરી હોવા છતાં ભાજપ વિશ્વાસનો મત ના મેળવી શક્યો અને યેદીએ રાજીનામું આપવું પડ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -