જાણો ATMની લાઇનોમાંથી ક્યારે મુક્તિ મળશે તમને, શું કહેવું છે SBIનું
નવી દિલ્હીઃ નોટબંધીના નિર્ણયને 45 દિવસ પૂરા થઈ ગયા છે. છતાં પણ બેંક અને એટીએમની લાઈનમાં કોઈ જોઈએ એટલો ઘટાડો જોવા મળ્યો નથી. હાલમાં એટીએમમાંથી રોજના માત્ર ૨૫૦૦ જ નીકળે છે. દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરપર્સન અરૂંધત્તિ ભટ્ટાચાર્યએ એબીપી ન્યૂઝને આપેલ ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમનું માનવું છે કે એટીએમની મર્યાદા ખતમ થવામાં જાન્યુઆરી મહિનો પણ પૂર્ણ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ એસબીઆઇ મુજબ એટીએમમાં પૂરતી રકમ રાખવા માટે દર મહિને બે લાખ ૪૦ હજાર કરોડ રૂપિયાની જરૂર છે. બજારમાં ઓછામાં ઓછા ૭૫ ટકા રૂપિયા બજારમાં લાવવા પડશે અને સાથે જ નવી રકમ જે લોકો બેંકોમાંથી કાઢી રહ્યા છે તે પણ જમા થવી જોઇએ, એ પછી જ એટીએમમાં લાઇનમાંથી મુક્તિ મળશે.
દેશમાં કુલ ૨,૧૬,૨૧૬ એટીએમ છે. મતલબ કે દરેક એટીએમને દૈનિક ત્રણ લાખ સિત્તેર હજારની જરૂર છે. એસબીઆઇનું અનુમાન છે કે જાન્યુઆરી સુધી અઢી હજારની મર્યાદા સરકાર નહિ હટાવે. એક હિસાબ મુજબ દેશના ચાર કરન્સી પ્રેસમાં દર મહિને ૨૮૬ કરોડ પીસ ૫૦૦ની નોટના છપાઇ રહ્યાં છે. મતલબ કે એક લાખ ૪૩ હજાર કરોડના મૂલ્યની ૫૦૦ની નોટ દર મહિને છપાઇ રહી છે.
એસબીઆઇએ નોટ છાપનાર અને બેંકોને પૈસા આપનાર આરબીઆઇને ગત ૬ વર્ષની આંકડાકીય માહિતી તપાસીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે લોકોને દર મહિને કેટલી રોકડની જરૂર હોય છે. આંકડાઓ દર્શાવે છે કે એક એટીએમમાંથી દરેક માણસ સરેરાશ મહિનામાં રૂપિયા ૩,૧૪૩ કાઢે છે. દેશમાં હાલમાં ૭૭ કરોડ એટીએમ કાર્ડ છે. મતલબ કે રોજ દેશના એટીએમમાં આશરે રૂપિયા ૮૦૦૦ કરોડની જરૂર છે. આટલી રકમ હશે તો જ એટીએમની બહાર લાઇન નહિ લાગે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -