Aadhaarને લઈને સુપ્રીમનો મહત્ત્વનો નિર્ણય, જાણો હવે આધાર ક્યાં જરૂરી અને ક્યાં નહીં
કોર્ટે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓ, ઈ-કોમર્સ ફર્મ, પ્રાઈવેટ બેંક અને અન્ય કોઈપણ કંપની કે સંસ્થા આધાર માગી ન શકે. ચૂકાદો આપતા કોર્ટે કહ્યું કે, સામાન્ય લોકોના હિત માટે આધાર કામ કરે છે અને તેનાથી સમજના વંચિત રહેલા લોકોને ફાયદો થશે. આધારનો ડેટા 6 મહિનાથી વધારે સ્ટોર નહીં કરી શકાય. 5 વર્ષ સુધી ડેટા રાખવો બેડ ઇન લો છે. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ 57ને રદ્દ કરતાં કહ્યું કે, પ્રાઈવેટ કંપનીઓ આધાર માગી ન શકે. આધાર પર હુમલો બંધારણની વિરૂદ્ધ છે. તેના ડુપ્લિકેટ થવાનું કોઈ જોખમ નથી. આધાર એકદમ સુરક્ષિત છે. લોકસભામાં આધાર બિલને નાણાંકીય બિલ તરીકે પાસ કરવાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, મોબાઈલ સિમ, બેંક એકાઉન્ટ સાથે આધારને લિંક કરવું ફરજિયાત નથી. ઉપરાંત શાળામાં એડમીશન લેવા માટે પણ આધાર જરૂરી નથી. સીબીએસઈ, નીટ અને યૂજીસી પરીક્ષાઓ માટે પણ આધાર જરૂરી છે. કોર્ટે કહ્યું કે, 14 વર્ષથી નાના બાળકોની પાસે આધાર ન હોવા પર તેને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી જરૂરી સેવાઓથી વંચિત ન રાખી શકાય.
નવી દિલ્હીઃ આધાર પર સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વનો ચૂકાદો આપતા તેની માન્યતા જાળવી રાખી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ સ્પષ્ટ કર્યું કે, આધાર ક્યાં જરૂરી છે અને ક્યાં જરૂરી નથી. આગળ વાંચો હવે ક્યાં આધાર ફરજિયાત છે અને ક્યાં ફરજિયાત નથી...
સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર હવે પાન કાર્ડ બનાવવા અને આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર નંબર ફરજિયાત છે. ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લેવા અને સબસિડી મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -