દલિત સંગઠને PM- રાષ્ટ્રપતિને લોહીથી લખ્યો પત્ર, SC-ST એક્ટને પુન:સ્થાપિત કરવા કરી માંગ
દેશભરમાં દલિત સંગઠનોએ બીજી એપ્રિલે ભારત બંધનું એલાન કર્યું હતું. જેને લઈને દેશના અલગ અલગ જગ્યાએ ભારે હિંસા ભડકી હતી અને 12 લોકોના મોત થયા હતા. ભારતીય દલિત પેન્થર પાર્ટીના સભ્યોએ હિંસામાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરપ્રદેશના કાનપૂર જિલ્લાના ભારતીય દલિત પેન્થર પાર્ટીના સભ્યોએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લોહી વડે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું કે, મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનજી ભારત સરકાર એસટી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ને સંસદમાં અધ્યાદેશ દ્વારા કાયદો બનાવી પુન:સ્થાપિત કરવામાં આવે.
કાનપુર: એસસી- એસટી એક્ટમાં બદલાવને લઈને હાલમાંજ સુપ્રીમ કોર્ટ આપેલા નિર્ણય પર વિવાદ હજું શાંત થયો નથી. દલિત સંગઠનના સભ્યોએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લોહીથી પત્ર લખી અધ્યાદેશ દ્વારા કાયદો બનાવવા અને આ અધિનિયમને પુન:સ્થાપિત કરવાની માંગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -