'પદ્માવત'નો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, રીલીઝ રોકવા કોણે કરી અરજી ? ક્યારે આવશે ફેંસલો ?
ઉલ્લેખનીય છે કે હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મોલમાં કરણી સેનાના લોકોએ પદ્માવત ફિલ્મના વિરોધમાં તોડફોડ કરી હતી. તે સિવાય ગુજરાતમાં પણ અનેક સ્થળોએ એસટી બસો સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ ફિલ્મના પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં, સુપ્રીમ કોર્ટે ચારેય રાજ્યોને ફિલ્મને જ્યારે CBFCએ મંજૂરી આપી દીધી છે ત્યારે તેને રજૂ કરવા પર પ્રતિબંધ ન મૂકી શકે તેવા નિર્દેશ આપ્યાં હતા. તો બીજી તરફ કરણી સેનાએ ફિલ્મની રજૂઆતને લઈને એકવાર ફરીથી ધમકી આપી છે. ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીનાં રોજ રજૂ થવાનું છે.
પરંતુ હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ 23 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરશે. આ રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં એક સંશોધન અરજી દાખલ કરી છે. આ મામલે હરિષ સાલ્વે વાયકોમ તરફથી હાજર રહ્યા હતા.
કરણી સેના સહિત અનેક રાજપૂત સંગઠનો ફિલ્મના વિરોધની જાહેરાત કરી હતી. દેશભરમાં કરણી સેના અને અન્ય સંગઠનોના લોકો હિંસા પર ઉતરી આવ્યા છે. આ પૂર્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાએ પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાના આદેશ જાહેર કર્યાં હતા.
ભાજપશાસિત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે પદ્માવત ફિલ્મ પોતાના રાજ્યમાં રજૂ નહીં કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને માન્ય રાખી આવતીકાલે સુનાવણી કરશે તેમ જણાવ્યું છે.
નવી દિલ્હીઃ પદ્માવત ફિલ્મની રીલિઝને લઇને સમગ્ર દેશમાં દિનપ્રતિદિન વિરોધ વધતો જાય છે. કરણી સેના દ્ધારા સમગ્ર દેશમાં ફિલ્મના વિરોધમાં તોડફોડ કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મની રીલિઝ પર રોક લગાવતી અરજીને ફગાવી કોર્ટે ફિલ્મ રીલિઝ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ ભાજપ શાસિત બે રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી ફરીવાર અરજી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -