SC-ST ઉમેદવારોને અનામતનો લાભ ક્યાં નહી મળે? જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો
દિલ્હીમાં સરકારી નોકરી કરનારાઓને અનુસૂચિત જાતિ સાથે સંબંધિત અનામત કેન્દ્રીય સૂચી પ્રમાણે મળશે. અન્ય મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં એ નક્કી થવાનું છે કે શું સરકારી નોકરીમાં મળનારા પ્રમોશનમાં પણ SC/ST ને અનામત મળવી જોઈએ કે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અનામત સાથે જોડાયેલા મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનાં જણાવ્યા અનુસાર SC/ST અનામત અંતર્ગત સેવા કે નોકરીમાં લાભ મેળવનાર વ્યક્તિ પોતાના ડોમિસાઈલના રાજ્ય સિવાય બીજા કોઈ રાજ્યમાં તેનો લાભ ન લઈ શકે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાની મરજીથી અનુસૂચિત જાતિ, જનજાતિની યાદીમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. આ અધિકાર ફક્ત રાષ્ટ્રપતિનો જ છે અથવા તો રાજ્ય સરકાર સંસદની સહમતીથી જ યાદીમાં કોઈ ફેરફાર કરી શકે છે.
હકીકતમાં, સુપ્રીમ કોર્ટ સામે એક એવો સવાલ હતો કે એક રાજ્યમાં જે વ્યક્તિ અનુસૂચિત જાતિમાં છે તો શું તે બીજા રાજ્યમાં અનુસૂચિત જાતિમાં મળનારી અનામતનો લાભ લઈ શકે છે. જેનાં પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું, નહી આ ન થઈ શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -