રિઝર્વ બેંકની નહીં ડેરા મુખ્યાલયમાં ચાલતી હતી ગુરમીત રામ રહીમની પ્લાસ્ટિક કરન્સી
બળાત્કાર કેસમાં દોષી જાહેર થયેલા રામ રહીમના અનેક રહસ્ય આજે દુનિયા સામે આવી રહ્યા છે. અદાલતના આદેશ હેઠળ સિરસામાં સ્થિત ડેરા સચ્ચા સૌદાની મુખ્યાલયમાં આજે સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું છે. સુરક્ષાદળે હરિયાણાના સિરસા સ્થિત ડેરા હેડક્વાટર ઘુસી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્ચ ઓપરેશન માટે સિરસામાં પોલીસ, અર્ધલશ્કરી દળની 25 કંપનીઓ તૈનાત છે. તે સિવાય આર્મીની 2 કંપનિઓ પણ બંદોબસ્તમાં છે. ડેરા સચ્ચા સૌદા વિસ્તારમાં અત્યારે પણ કર્ફ્યૂ જારી છે, બહારના લોકને ડેરાની અંદર પ્રવેશવા માટે પ્રતિબંધ છે. ડેરા વિસ્તારમાં ગામના લોકોને પણ ઓળખ વગર પર્વેશ નિષેદ કરવામાં આવ્યો છે. ડેરાની ચારે બાજૂ સુરક્ષાદળોની છાંવણીમાં ફેરવાઈ ગયું છે.
સિરસા: હરિણાના સિરસામાં ડેરાના મુખ્યાલયમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. તપાસમાં દરમિયાન ડેરામાંથી પ્લાસ્ટીક કરન્સી મળી આવી છે. જે ત્યાં ચાલતી હતી. જૂની નોટો સાથે રોકડ રકમ મળી આવી છે, અને બે રૂમ શીલ કરી દેવામાં આવ્યા છે. કેટલીક હાર્ડ ડિસ્ક પણ મળી છે.
સિરસામાં રામ રહીમના ડેરામાં આખો દિવસ ચાલ્યું સર્ચ ઓપરેશન, જેમાં જૂની બેંક નોટો, ત્રણ હજાર ડિઝાઈનર કપડા, 1500 જોડી બ્રાંડેડ જુતા અને ખુફીયા સ્ટોર મળી આવ્યા છે. ટીમને ડેરાની અંદરથી એક બ્લેક કલરની નંબર પ્લેટ વગરની લગ્ઝરી કાર મળી છે. સાથે મોટા પ્રમાણમાં દાવઓ પણ મળી છે. આ દવાઓ પર કોઈજ પ્રકારનો લેબલ નથી. ટીમને આશ્રમમા એક ઓબી વાન પણ મળી છે.
આ સર્ચ ઑપરેશન માટે 5000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં અર્ધલશ્કરી દળ, સેના, પોલીસની ટીમ પણ સામેલ છે. આ સમગ્ર પક્રિયાની વિડિયોગ્રાફી થશે. નિગરાની માટે હાઈકોર્ટના એક નિવૃત જજ એકે પવારને નિયુક્ત કર્યા છે. જેની નિગરાનીમાં સર્ચ ઓપરેશન ચલાવશે.
ડેરા સચ્ચા સૌદાના ચેરપર્સન વિપશ્યના ઇંસાને કહ્યું કે, આ હેડક્વાટરમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. તેને લઈને કેંપસમાં તપાસ ચાલી રહી છે. ડેરા સચ્ચા સૌદા હંમેશા કાયદાનું પાલન કરતું રહ્યું છે. તેમણે તેમના સમર્થકોને કહ્યું કે, કાનૂનનો સાથ આપે અને શાંતિ બનાવી રાખે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -