આ રહ્યો શ્રીદેવી અને બોની કપૂરનો આખો પરિવાર, કોણ-કોણ છે પરિવારમાં, જાણો વિગત
શ્રીદેવીના ભાઇનું નામ સતીષ યંગર અને બહેનનું નામ શ્રીલથા યંગર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરમાં શ્રીદેવી પિતા સાથે જોવા મળી હતી. શ્રીદેવીની માતાનું નામ રાજેશ્વરી યંગર અને પિતાનું નામ અય્યપ્પન યંગર છે. સાથે બહેન અને ભાઈ છે.
બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી સોનમ કપૂર, રિહા કપૂર અને એક્ટર હર્ષવર્ધન કપૂરની કાકી હતી. સોનમ-રિહા અને હર્ષવર્ધન બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના બાળક છે.
શ્રીદેવીના પતિ અને ફિલ્મ પ્રોડ્યૂસર બોની કપૂર એક્ટર અનિલ કપૂર અને સંજય કપૂરના મોટા ભાઈ છે. એવામાં શ્રીદેવી અનિલ કપૂર અને સંજયની ભાભી થઈ અને તે તેના દેવર થયા. બોની, અનિલ અને સંજય દિવંગત બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યૂસર સુરિન્દર કપૂરના દીકરા છે.
આ શ્રીદેવીનો પરિવાર છે. શ્રીદેવી જાહન્વી અને ખુશી સીવાય બે અન્ય બાળકોની પણ માતા હતી. શ્રીદેવીના એક્ટર અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂર સાવકા બાળક હતા. આ બન્ને બાળક બોની કપૂરની પ્રથમ પત્ની મોના શૌરી કપૂરના હતા, જે હવે આ દુનિયામાં નથી.
જાહન્વીનો જન્મ વર્ષ 1997માં થયો હતો અને તે જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. શ્રીદેવીની મોટી દીકરીની આવનારી ફિલ્મનું નામ ‘ધડક’ છે. બોની અને શ્રીદેવીને જાહન્વી બાદ બીજી દીકરીનો જન્મ વર્ષ 2000માં થયો હતો. બન્નેએ તેનું નામ ખુશી રાખ્યું હતું.
દુબઈમાં શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યો છે જોકે એક રિપોર્ટ આવવાનો બાકી છે જેની રાહ જોવામાં આવી રહી છે. ત્યાર બાદ શ્રીદેવીનો મૃતદેહ ભારત લાવવામાં આવશે. ભાણેજના લગ્ન બાદ શ્રીદેવી હોટલ આવી ગઈ હતી. હોટલના બાથરૂમમાં શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો ત્યાર બાદ તે બાથરૂમમાં જ પડી ગઈ હતી. હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ તેનું નિધન થયું હતું.
મુંબઇ: દુબઈની એક હોટલમાં અચાનક હાર્ટ અટેક આવતાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું છે. તે 54 વર્ષની હતી અને દુબઇમાં પતિ અને દીકરી સાથે ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં પહોંચી હતી. શ્રીદેવીએ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે 1996માં લગ્ન હતા, શ્રીદેવી પરિવારમાં બે દીકરીઓ છે, જ્હાનવી કપૂર અને ખુશી કપૂર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -