MP: સેલ્ફી લેવા જતાં 5 યુવકો ધોધમાં તણાયા, જુઓ LIVE VIDEO
abpasmita.in
Updated at:
07 Jul 2016 10:42 AM (IST)
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પાંચ યુવકો સેલ્ફી લેતા પાણીના ધોધમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. યુવાનો ડૂબતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. રીવા જિલ્લાના સિમરિયા તાલુકાના પૂર્વા ફાલમાં આ ઘટના બની હતી. જેમાં એક ધોધમાં નાહતા પાંચ યુવકો તણાયા હોવાનું દેખાઈ રહ્યું છે. યુવકો ધોધમાં નાહવા પડ્યા હતા. અને તે સમયે આ પાંચ યુવકો તણાયા હતા. આ વીડિયો ધોધ પાસે ઉભેલા એક પ્રત્યક્ષદર્શીએ બનાવ્યો છે. યુવકો તણાવાની ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -