સોમવારે શેર બજારમાં કેમ થયો ઘટાડો, LTCG નહીં આ કારણે માર્કેટમાં થયો ઘટાડો! જાણો વિગત
સેન્સેક્સમાં 30માંથી 19 શેરો ઘટીને બંધ રહ્યા છે. તેમાં એચડીએફસી સૌથી વધુ 4 ટકા ગબડીને રૂ.1825.95 પર ટોપ ગેઈનર બંધ રહ્યો છે. તેના કારણે બજારમાં ઘટાડાનું દબાણ વધ્યું હતું. આ ઉપરાંત એલએન્ડટી, એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, ટીસીએસ, ઈન્ડસઇન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક 3.65 ટકાથી 0.94 ટકા ઘટવાથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે નબળા બજારમાં ભારતી એરટેલનો શેર 4.5 ટકા ઊછળીને રૂ.445.80 સુધી પહોંચ્યો હતો. જોકે શેર શરૂઆતમાં આશરે 1 ટકા ઘટેલો હતો પણ પછી તેજી આવી હતી અને અંતે 4.2 ટકા વધીને રૂ.439.50 પર ટોપ ગેઈનર બંધ રહ્યો છે. ભારતીય એરટેલમાં સિંગટેલ રૂ.2649 કરોડનું રોકાણ કરશે એવા સમાચારથી શેરમાં તેજી આવી હતી. વધેલા શેરોમાં ભારતી એરટેલ ઉપરાંત ટાટા મોટર્સ, આઇટીસી, સન ફાર્મા, પાવરગ્રિડ, મારુતિ, એનટીપીસી 3.12 ટકાથી 0.73 ટકા વધ્યા હતા.
માર્કેટમાં સૌથી વધુ વેચવાચી પ્રાઈવે બેન્કો, ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીઓ, ઈન્ફ્રા અને મેટલ સેક્ટરમાં જોવા મળી હતી. એનએસઈમાં પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 1.55 ટકા અને ફાઈનાન્શિયલ સર્વિસીસ ઈન્ડેક્સ 1.85 ટકા ગબડતા બેન્ક નિફ્ટી 1.33 ટકા ઘટીને 26,098.75 પર બંધ રહ્યો છે. ઉપરાંત મેટલ 0.55 ટકા, ઈન્ફ્રા 0.54 ટકા, રીયલ્ટી 0.45 ટકા અને આઈટી 0.36 ટકા ઘટ્યા હતા. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.37 ટકા અને મિડકેપ 0.09 ટકા ઘટ્યા છે.
અમેરિકાના બજારો શુક્રવારે ગબડ્યા હોવાથી તેની અસર સોમવારે ભારત સહિત એશિયા અને યુરોપના બજારો પર પડી હતી. તેથી એશિયા અને યુરોપના બજારો ઘટ્યા હતા. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઉપરાંત સરકારે નાણાકીય વર્ષ 2018માં ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.5 ટકા રહેવાનું ટાર્ગેટ આપતા માર્કેટ માટે તે નિરાશાજનક સમાચાર છે.
1 ફેબ્રુઆરીએ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો, પરંતુ અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવાના ડરથી શુક્રવારે અમેરિકન બજારોમાં મોટો કડાકો આવ્યો હતો. અમેરિકામાં 10 વર્ષના બોન્ડની યીલ્ડ 2.85 ટકા પર પહોંચી ગઈ છે. બોન્ડ યીલ્ડ વધે તે વ્યાજ દર વધવાનો સંકેત હોય છે. તેથી ડાઉ જોન્સ 650 અંકથી વધારે ગબડ્યો હતો.
ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, શેર માર્કેટમાં ઘટાડો ગ્લોબલ માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડના કારણે આવ્યું છે. અઢિયાએ જણાવ્યું હતું કે, લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ બજારમાં વેચવાલીનું કારણ નથી.
નિફ્ટી પણ 174 અંક ગગડીને નીચે 10,586.80ના તળિયે અડ્યા પછી અંતે -94.05 (-0.87%) પોઈન્ટ ઘટીને 10,666.55 પર બંધ રહ્યો છે. એચડીએફસી 3.86 ટકા ગબડતા બજાર પર ઘટાડાનું વધુ દબાણ રહ્યું હતું. માર્કેટ એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે શેર રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડ્યા બાદ સતત વેચવાલી ચાલુ રહી છે તેથી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
મુંબઈ: નબળા ગ્લોબલ ટ્રેન્ડ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સના કારણે નારાજ રોકાણકારોએ સોમવારે પણ વેચવાલી ચાલુ રાખતા બજારો ઘટાડો થયો હતો. તેના પગલે સેન્સેક્સ ખુલતામાં 546 અંક ગબડીને 35,000ની નીચે 34,520.80ની નીચી સપાટીને ટચ થયો હતો. જોકે, તે પછી નીચા સ્તરે આરઆઈએલ, એસબીઆઇ, આઈટીસી, એરટેલમાં લેવાલીનો થોડોક ટેકો મળતાં સુધારો આવ્યો હતો છતાં સેન્સેક્સ -309.59 (-0.88%) પોઈન્ટના ઘટાડા સાથે 35,000ની સપાટીની નીચે 34,757.16 પર બંધ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -