16 વર્ષની પત્નિ સાથે સેક્સ બળાત્કાર ગણાય કે નહીં? સુપ્રીમ કોર્ટે મહત્ત્વના કેસમાં અપનાવ્યું શું વલણ? જાણો
એનજીઓએ કહ્યું હતું કે છોકરી ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હોય તેમ જ પત્ની પણ હોય અને પતિ તેને શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડે તો તેને બળાત્કાર ગણવો અને પોકસો એકટની જોગવાઈ તેને લાગુ કરવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજીમાં જણાવ્યાનુસાર વ્યાખ્યાની દષ્ટિએ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની શ્રેણીમાં આવતી હોવા છતાં મોટાભાગના કેસમાં લગ્નગ્રંથિથી બંધાયેલી, પરંતુ ૧૮ વર્ષની ઉંમરની ન હોવાને કારણે પોકસો એકટ હેઠળ આવતી હોવા છતાં તેને પોકસો એકટની આ જોગવાઈનો લાભ નથી મળતો.
એડવોકેડ ભુવન રિભુ અને જગજિતસિંહ છાબરા દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીમાં લગ્નના દરજ્જાને ધ્યાનમાં ન લેતાં ૧૮ વર્ષથી ઓછી વયની છોકરી સાથેનાં શરીરિક સંબંધને લગતા તમામ કેસને મામલે ફરજિયાતપણે પોકસો એકટની જોગવાઈ લાગુ કરવાનો આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી.
ન્યાયાધીશ એન. વી. રામન્ના અને ડી. વાય. ચંદ્રચૂડની બનેલી ખંડપીઠે પણ મહિલા અને બાળવિકાસ ખાતાને એનજીઓ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતને ધ્યાન પર લઈ તેની ચકાસણી કરી એ અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. જો સરકારની પ્રતિક્રિયાથી સંતોષ ન થાય તો તેમને કોર્ટનો ફરી સંપર્ક કરવાની છૂટ છે, એમ તેમણે કહ્યું હતું.
આઈપીસીની કલમ (૩૭૫)ની અપવાદરૂપ જોગવાઈ મુજબ પત્નીની ઉંમર પંદર વર્ષ કરતાં ઓછી ન હોય તો તેની સાથે પતિના શારીરિક સંબંધ બળાત્કાર ન ગણાય. બીજી તરફ પોકસોની કલમ (પાંચ) મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથેનો શારીરિક સંબંધ સજાને પાત્ર ગુનો બને છે. ન્યાયાધીશ જે. એસ. કેહરના વડપણ હેઠળની ખંડપીઠે કાયદાની જોગવાઈઓમાં જોવા મળતી વિસંગતતાને ધ્યાન પર લઈ કેન્દ્ર સરકારને આ મામલે ચાર મહિનાની અંદર પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ ચાઈલ્ડ મેરેજમાં શારીરિક દુષ્કર્મના મામલે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ) અંતર્ગત કાયદાકીય કાર્રવાઈની માગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારને સ્પષ્ટતા કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે સરકાર પોતાનો પક્ષ સ્પષ્ટ કરે અને ચાર મહિનાની અંદર આ મામલે અહેવાલ સોંપે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -