સગીર પત્ની સાથે સેક્સ શું રેપ ગણાય? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે સગીર વયની પત્ની સાથે જાતીય સંબંધને લઈને બે કાયદામાં વિરોધાભાસથી સર્જાયેલી દ્વિધાને લઈને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ક્લેરિફિકેશન માગ્યું છે કે, શું 15 વર્ષથી મોટી વયની પરંતુ 18 વર્ષથી નાની વયની પત્ની સાથે જાતીય સંબંધને પોક્સો એક્ટ (બાળકોને જાતીય અપરાધથી બચાવવાનો કાયદો) હેઠળ જાતીય સતામણી ગણવામાં આવશે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજીમાં જણાવવામાં આવ્યું છે કે આઇપીસીની કલમ 375 મુજબ કોઇ પુરુષ દ્વારા પોતાની પત્ની સાથે જાતીય સંબંધ રેપ ગણાશે નહીં, પત્નીની વય 15 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ. બીજી તરફ પોક્સો એક્ટની કલમ 5 (એન) મુજબ 18 વર્ષથી ઓછી વયના બાળક સાથે જાતીય સંબંધ માટે સજાની જોગવાઇ છે. પોક્સો એક્ટની કલમ 6માં તેના માટે 10 વર્ષથી માંડીને આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઇ છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, આનો રિપોર્ટ કોર્ટ અને અરજદારને પણ આપવામાં આવે. જો અરજદાર કેન્દ્રના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો તે ફરી અરજી રજૂ કરી શકે છે. આ વિરોધાભાસી કાયદાની અસમંજસને લઈને એનજીઓ બચપન બચાવો આંદોલને અરજી રજૂ કરી છે.
ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્ર સરકારને ચાર મહિનામાં આ અંગે જવાબ આપવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરે જણાવ્યું કે, આ એક ગંભીર મામલો હોવાથી તેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવને મોકલી રહ્યા છીએ. મંત્રાલય આ મામલે વિચાર કરીને ચાર મહિનામાં જવાબ આપે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -