ભાજપના જ નેતાએ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- ચા વેચવાની વાત માત્ર પબ્લિસિટી સ્ટંટ છે
પટનામાં એબીપીના કાર્યકર્મમાં શત્રુઘ્ન સિન્હાએ ભાજપને પોતાની પાર્ટી ગણાવતા કહ્યું કે, તેઓ ક્યારેય ભાજપ વિરૂદ્ધ નથી બોલ્યા, આજે પણ પક્ષ વિરૂદ્ધ નથી બોલી રહ્યા, પરંતુ પક્ષને અરીસો બતાવી રહ્યા છે. તેમણે કહ્યું, સત્ય બોલતો રહ્યો છું અને બોલતો રહીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘બિહારી બાબૂ’ના નામથી જાણીતા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતાં કહ્યું કે, રાહુલમાં ઘણાં ઓછા સમયમાં પરિપક્વતા આવી ગઈ છે, તેની પાસેથી અન્ય પાર્ટીના અધ્યક્ષોએ પણ શીખવું જોઈએ. તેમણે કહ્યું કે, હું શરૂથી જ ગાંધી પરિવારનો ફેન છું. હું જવાહરલાલ નેહરૂથી લઈને સોનિયા ગાંધી સુધીનો પ્રશંસક રહ્યો છું અને હવે રાહુલનો પણ ફેન છું.
તેમણે સ્મૃતિ ઈરાની પર પણ નિશાન સાધ્યું હતું. તેણે પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, મંત્રી બનાવવા એ વડાપ્રધાનનો વિશેષાધીકાર છે, પરંતુ શું કોઈ ટીવી એક્ટ્રેસને સીધા માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી આપવી કેટલું યોગ્ય છે?
પટનાઃ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, મોદીની ચા વેચવાની વાતને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, બધા કહે છે કે, ચા વેચનાર પ્રધાનમંત્રી બની ગાય. પરંતુ એ કોઈ નથી જાણતું કે તેમણે ક્યાં અને ક્યારે ચા વેચી? આ માત્ર પબ્લિસિટી માટે સ્ટંટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -