અહીં બની રહી છે વિશ્વની સૌથી ઊંચી શિવ મૂર્તિ, 20 KM દૂરથી થશે દર્શન
નવી દિલ્હીઃ ગુજરાતમાં નર્મદના નદીના કિનારે સરદાર વલ્લભાઈ પટેલની વિશાલ મૂર્તિના અનાવરણ બાદ હવે રાજસ્થાનના નાથદ્વારામાં ભગવાન શિવની અદ્ભૂત મૂર્તિ બનવા જઈ રહી છે. આ વિશ્વના સૌથી ઊંચી શિવ મૂર્તિ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદયપુરથી 50 કિ.મીનાં અંતરે શ્રીનાથદ્વારાનાં ગણેશ ટેકરીમાં સિમેન્ટ કોંકરીટથી બનેલી વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનું 85 ટકા નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. 351 ફીટ ઉંચી સિમેન્ટ કોંકરીટથી નિર્મિત શિવ મૂર્તિ દુનિયાની ચોથા નંબરની અને ભારતમાં સરદાર પટેલની પ્રતિમા બાદ બીજા નંબરની સૌથી ઉંચી મૂર્તિ હશે.
આ મૂર્તિમાં પ્રવાસીઓની સુવિધાને માટે ચાર લિફ્ટ અને ત્રણ સીડીઓની પણ વિશેષ જોગવાઇ રાખવામાં આવેલ છે. પ્રવાસીઓ 280 ફૂટની ઉંચાઇ સુધી જઇ શકશે. મૂર્તિને 20 કિ.મીનાં અંતરે આવેલ કાંકરોલી ફ્લાઇઓવરથી જોઇ શકાય છે. આટલાં જ અંતરથી રાત્રીએ પણ મૂર્તિને સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે વિશેષ પ્રકારની લાઇટ પણ મૂકવામાં આવશે કે જેને અમેરિકાથી આયાત કરવામાં આવશે.
'મિરાજ ગ્રુપ'નાં ડ્રીમ પ્રોજેક્ટનું લગભગ 85 ટકાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને માર્ચ 2019 સુધી નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સંભાવના છે. છેલ્લાં ચાર વર્ષોથી ચાલી રહેલ આ નિર્માણકાર્યમાં સિમેન્ટની લગભગ ત્રણ લાખ બોરી, 2500 ટન લોખંડનો ઉપયોગ તેમજ 750 કારીગર અને મજૂરો દરરોજનાં કામ કરી રહેલ છે. પ્રતિમામાં શિવજી ધ્યાન અને આરામની મુદ્રામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -