શિવપાલ યાદવે 'સમાજવાદી સેક્યુલર મોર્ચા'ના નામથી નવી પાર્ટી બનાવી, મુલાયમ સિંહ હશે અધ્યક્ષ
શિવપાલ યાદવના આ નિવેદન પછીથી જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શિવપાલ યાદવ નવી પાર્ટી બનાવી શકે છે. આ ઉપરાંત શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવનું નામ લીધા વગર તેમને શકુની ગણાવ્યા હતા. શિવપાલે કહ્યું હતું કે, ભલે મે સમાજવાદી સંવિધાન ન વાંચ્યું હોય પરંતુ તેના રચેતાએ ગીતા વાંચવાની ચોક્કસ જરૂર છે. આમ તેમણે રામગોપાલ યાદવ પર સીધો પ્રહાર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ શિવપાલ યાદવે અખિલેશ યાદવને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પર મુલાયમ સિંહને પરત કરી દે. જો અખિલેશ પાર્ટી અધ્યક્ષ પદ નહીં છોડે તો પાર્ટીનું તૂટવુ નક્કી છે. શિવપાલે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશે મીડિયા સામે કહ્યું હતું કે તેઓ માત્ર 3 મહિના માટે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, તેઓ ચૂંટણી પછી આ પદ ફરી મુલાયમ સિંહને સોંપી દેશે. તો હવે તેમણે તેમનો વાયદો નીભાવીને આ પદ નેતાજીને સોંપી દેવું જોઈએ.
ત્યારે શિવપાલ યાદવે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને કહ્યું હતું કે, તે આ પદ છોડી દે અને તેની જગ્યાએ મુલાયમ સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે. ઉલ્લેખનીય છે કે, યૂપી ચૂંટણી બાદતી ઈટાવાના જસવંતનગરથી ધારાસભ્ય અને સપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ સતત અખિલેશ અને પાર્ટીના જનરલ સેક્રેટરી રામગોપાલ યાદવ પર નિશાન સાધતા રહ્યા છે.
લખનઉઃ સમાજવાદી પાર્ટીમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયે શિવપાલ યાદવે શુક્રવારે અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી. તેમણે સમાજવાદી સેક્યુલર મોર્ચાની જાહેરાત કરી છે. સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ આ નવા મોર્ચાના અધ્યક્ષ હશે. આ અવસર પર શિવપાલ યાદવે કહ્યું કે, નેતાજીના સમ્માન માટે નવી પાર્ટીની રચના કરી રહ્યો છું. હાલમાં જ તેમણે ઈટાવામાં તેના સંકેત આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -