8 લાખ વાર્ષિક આવક પર અનામત, શું આટલી આવક પર ઈનકમ ટેક્સમાં છૂટ આપશે મોદી સરકાર ?- શિવસેના
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જો તમે 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ઈનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવે તો હું માનું કે તમારી છાતી 56 ઈંચની નહી 256 ઈંચની છે. ઉલ્લેખનીય છે કે શિવસેના સ્થાનીય લોકાધિકાર સમિતિની બેઠકમાં ફરી એક વખત મરાઠી અનામતનો મુદ્દો ઉઠ્યો છે. શિવસેનાના નેતા મનોહર જોશી, મંત્રી સુભાષ દેસાઈ, સાંસદ આનંદરાવ અડસુલે કહ્યું, કે મહારાષ્ટ્રમાં નોકરીઓમાં 80 ટકા ભૂમિપુત્રોને પ્રાથમિક્ત આપવામાં આવે. મંત્રી દેસાઈએ કહ્યું, જો સ્થાનિકોને અનામતમાં જગ્યા નહી આપવામાં આવે તો શિવસેના પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, દેશમાં જાતિઓનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મરાઠા અનામત હજુ કોર્ટમાં અટક્યું છે. મોદી સરકારે આર્થિક પછાત માટે અનામતની જાહેરાત કરી દિધી. તેમણે કહ્યું, તમે 8 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને અનામત આપી તો હવે 2.50 લાખથી લઈને 8 લાખ સુધી વાર્ષિક આવક પર ઈનકમ ટેક્સ પણ માફ કરો.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાને લઈને ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કેંદ્રની મોદી સરકારને પુછ્યું છે કે 8 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા લોકોને મોદી સરકારે અનામત આપી છે. તો શું એટલી આવક પર હવે સરકાર ઈનકમ ટેક્સમાં છૂટ આપશે? ગરીબ સવર્ણોને 10 ટકા અનામત પર કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દિધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -