મુંબઇમાં ત્રિપલ તલાક પર બોલી રહેલા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ફેંકવામાં આવ્યું જુતું
ઘટના બાદ ઓવૈસીએ કહ્યું કે, હું લોકતાંત્રિક અધિકાર માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, આ બધા નિરાશ લોકો છે જે એ નથી જોઇ શકતાં કે ત્રિપલ તલાક પર સરકારનો નિર્ણય લોકોએ ખાસ કરીને મુસલમાનોએ સ્વીકાર નથી કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લોકો, એવા લોકોમાંથી છે જે મહાત્મા ગાંધી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર ડાભોલકરના હત્યારાઓની આઇડિયોલૉજીને ફૉલો કરે છે. આવા લોકો સામે સાચુ બોલવામાં મને કોઇજ રોકી શકતું નથી. ઓવૈસીએ ત્રિપલ તલાક પર સરકારને આડેહાથે લીધી હતી.
માહિતી પ્રમાણે જેવું જુતુ ઓવૈસી પર ઉછળ્યું, તો તેને સિક્યૂરિટી સ્ટાફે તેને રોકી લીધુ હતું, તેથી ઓવૈસીને જુતુ વાગ્યું નહીં.
ન્યૂઝ એજન્સી અનુસાર, ઓવૈસી મંગળવાર રાત્ર લગભગ 10 વાગે પાર્ટીની એક રેલીમાં ત્રિપલ તલાક મુદ્દે બોલી રહ્યાં હતા. ત્યારે એક વ્યક્તિએ તેમના પર જુતું ફેંકી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, અમે સીસીટીવીના કેમેરા દ્વારા આરોપીની ઓળખ કરી લીધી છે, તેને ટુંકસમયમાં ઝડપી પાડવામાં આવશે.
મુંબઇઃ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર મુંબઇમાં એક વ્યક્તિએ જુતાથી હુમલો કરી દીધો. જ્યારે એવૈસી પોતાની પાર્ટીની એક રેલીમાં ત્રિપલ તાલક પર બોલી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે, જુતુ ઓવૈસીને વાગ્યું નહતું. જુતુ ફેંક્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -