ચેનલે કોમેડિયનને કહ્યું- ‘રાહુલ ગાંધીની મિમિક્રી કરો, મોદીની નહીં’
શ્યામને કહ્યું કે, તે બાળપણથી કૉમેડી કરી રહ્યો છે. તેણે કહ્યું કે, ‘એકવાર રાજસ્થાનના પીલીબંગામાં મોદીજી આવવાના હતા. હું પણ ત્યાં હતો. હું તેમનું મુખોટું પહેરી લીધી અને તેમના અવાજમાં બોલવાનું શરૂ કરી દીધું અને લોકોને મજા આવી ગઈ. ભાષણ આપી રહેલા ધારાસભ્યે પોલીસને કહી મને બેસાડી દીધો પણ લોકોએ મને ફરી ઊભો કરી દીધો.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્યામનું કહેવું છે કે, તે યૂટ્યૂબ અને બીજા માધ્યમોથી તો લોકો સાથે જોડાયેલો છે જ પણ તેને ટીવી દ્વારા લોકો સાથે જોડાવું હતું, મોદીના અંદાજમાં જ તેણે લીક વીડિયો અંગે કેટલીક પંક્તિઓ કહી, ‘મિત્રો, આમ તો આ એક લીક વીડિયો છે, જેના પર હું ખુલીને કઈ નહીં કહી શકું, પણ જે કોઈએ આ વીડિયો લીક કર્યો છે, જ્યાંથી પણ લીક કરાયો છે તે મારા માટે બરાબર જ છે… કે અમારો તો એ વીડિયો તો વાયરલ થઈ રહ્યો છે.’ જ્યારે તેને સોનમ ગુપ્તા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે, ‘સૌથી પહેલા હું સોનમ ગુપ્તાનો ધન્યવાદ આપવા માગીશ, કારણ કે જો તે બેવફા ન થઈ હોત તો હું પણ વાયરલ ન થયો હોત.’
મોદી અને રાહુલની સ્ક્રિપ્ટ તો હટી ગઈ. 2 દિવસ જાણવા મળ્યું કે, મારું શૂટ હતું તે પણ હટાવી દેવાયું. આખા ગામમાં બધાને હતું કે, શ્યામ રંગીલા ટીવી પર આવશે. હવે વાત મારી ઈજ્જત પર હતી કે, ટીવી પર નહીં આવું તો શું થશે. પછી મેં 40 સેકન્ડનું શૂટ કર્યું તો તેમનો કૉલ આવ્યો કે, તમે શું કરી રહ્યાં છો? તેમણે કહ્યું કે, રાહુલ પર સ્ક્રિપ્ટ લખી શકાય, મોદી પર નહીં. પછી મેં રાહુલ પર સ્ક્રિપ્ટ કરી તો કહેવામાં આવ્યું કે, એ પણ નહીં થઈ શકે. પછી એક દિવસમાં સ્ક્રીપ્ટ તૈયાર કરી અને મારું ડેન્જર ઝોનમાં જવું નક્કી હતું એટલું હું ત્યાંથી એલિમિનેટ થઈ ગયો.
જોકે આ શોને એક વીડિયો વાયરલ થયો જે મુદ્દે શોમાં મિમિક્રી કરનાર શ્યામે કહ્યું કે, વાયરલ થયેલો આ વીડિયો એક લીક વીડિયો છે, જેને શોવાળાઓએ રિજેક્ટ કરી દીધો હતો. તેણે કહ્યું કે, ‘હું આ બાબતે બચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ આ મારી જિંદગી સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો બની ગયો. મને ત્યાં (ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ) માત્ર મિમિક્રી માટે બોલાવ્યો હતો. તે લોકો વીડિયો જોઈને બોલાવતા હતા અને શૂટ થયા બાદ તૈયારી માટે એક મહિનાનો સમય આપતા હતા. 25 દિવસ બાદ મને જાણવા મળ્યું કે મારી સ્ક્રિપ્ટ રિજેક્ટ થઈ છે, બાકીના 5 દિવસમાં મારે અન્ય સ્ક્રિપ્ટ માટે તૈયારી કરવાની હતી.’
નવી દિલ્હીઃ અક્ષય કુમારના કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ ભલે ટીઆરપીની રેસમાં પાછળ હોય. પરંતુ રાજસ્થાનના શ્રીગંગાનગરના રહેવાસી શ્યામ રંગીના કારણે શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હાલમાં જ એક એપિસોડમાં શોના કન્ટેસ્ટન્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મિમિક્રી કરી, જેને જોઈને જસીસે અને ઓડિયન્સ લોટપોટ થઈ ગયા હતા. શોમાં હાજર તમામ લોકોને તે ખૂબ પસંદ પડ્યું હતું અને અક્ષય કુમાર સહિત સ્ટૂડિયોમાં હાજર તમામ લોકો ખૂબ હસ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -